તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
ચાંદીમાં આગઝરતી તેજી, રૃપિયા ૧,૫૦૦નો ઉછાળો
સોનું ફરી ઓલટાઈમ હાઈઃઅમદાવાદમાં આજે સોનાનો ભાવ રૃ. ૫૦૦ ઉછળી રૃ. ૮૯૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો

નવી દિલ્હી, તા.૧૪
વૈશ્વિક સ્તરે ટેરિફ વોર, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. સોના કરતાં ચાંદીમાં આજે આગઝરતી તેજી સાથે સ્થાનિક સ્તરે રૃ. ૧૫૦૦ અને ચાંદી વાયદો ૨૩૯૪ રૃપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા બે સપ્તાહથી વધી રહ્યા છે. આજે સોનાનો ભાવ રૃ. ૫૦૦ ઉછળી રૃ. ૮૯૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી રૃ. ૧૫૦૦ ઉછળી રૃ. ૯૬૫૦૦ પ્રતિ કિગ્રા થઈ હતી. ચાંદીમાં આક્રમક ખરીદીના પગલે તે ઝડપથી રૃ.એક લાખ પ્રતિ કિગ્રાની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ વધી છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૃ.૯૫૪૪૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૃ.૯૮૧૩૦ અને નીચામાં રૃ.૯૫૪૪૯ના મથાળે અથડાઈ, રૃ.૯૫૨૩૩ના આગલા બંધ સામે રૃ.૨૩૯૪ વધી રૃ.૯૭૬૨૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૃ.૨૨૯૧ વધી રૃ.૯૭૩૭૯ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૃ.૨૨૯૦ વધી રૃ.૯૭૩૩૪ના ભાવ થયા હતા.
એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૮૬૦૨૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૃ.૮૬૩૫૮ અને નીચામાં રૃ.૮૬૦૧૪ના મથાળે અથડાઈ, રૃ.૮૫૮૦૯ના આગલા બંધ સામે રૃ.૨૯૨ વધી રૃ.૮૬૧૦૧ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૩૫૫ વધી રૃ.૬૯૫૭૭ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૃ.૮૨ વધી રૃ.૮૬૫૭ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૫૫ વધી રૃ.૮૫૬૨૩ના સ્તરે પહોંચ્યો હતો.
જેએમ ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ.ના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ ઈબીજી-વાઈસ પ્રેસિડન્ટ પ્રણવ મેરએ જણાવ્યું હતું કે, ટ્રેડ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ સાથે ટ્રેડર્સ અને રોકાણકારોએ સોનામાં ખરીદી વધારી છે. અમેરિકાનો ડોલર નબળો પડતાં બુલિયન માર્કેટને ટેકો મળ્યો છે. ડોલર ઈન્ડેક્સ આ સપ્તાહમાં ૧ ટકા ઘટ્યો છે. ઔદ્યોગિક માગમાં વૃદ્ધિના કારણે ચાંદીમાં સોના કરતાં પણ આક્રમક તેજી જોવા મળશે. ટેક્નિકલી ગોલ્ડ વાયદો ૮૫૯૦૦-૮૫૬૫૦ના સપોર્ટ લેવલ સાથે તેજીમાં રહેશે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
