News of Saturday, 15th February 2025
કોલકાતાની સરકારી હોસ્પિટલે બનાવ્યો રેકોર્ડ : ૫ દિવસમાં ૨૦૦ સર્જરી
૩૦ થી વધુ ડોકટરોની ટીમે મળીને દરરોજ ૩૫-૪૦ ઓપરેશન કર્યા : એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

કોલકાતા, તા.૧૫: કોલકાતાની સૌથી મોટી સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલોમાંની એક, શેઠ સુખલાલ કરનાની મેમોરિયલ હોસ્પિટલ (SSKMH) એ માત્ર પાંચ દિવસમાં ૨૦૦ થી વધુ સર્જરી કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ એ સામાન્ય માન્યતાને પડકારે છે કે સરકારી હોસ્પિટલોમાં કોઈ કામ થતું નથી.
સેઠ સુખલાલ કરનાની મેમોરિયલ હોસ્પિટલની આ સિદ્ધિ ડિરેક્ટર મણિમય બેનર્જી, ડૉ. અભિમન્યુ બાસુ અને ડૉ. દિપ્તેન્દ્ર સરકાર સહિતના વરિષ્ઠ ડોકટરોની પહેલને આભારી છે. ૩૦ થી વધુ ડોકટરોની ટીમે મળીને દરરોજ ૩૫-૪૦ ઓપરેશન કર્યા. એવું કહેવાય છે કે સર્જરી અને લેપ્રોસ્કોપી વિભાગના વડા ડૉ. અને પ્રોફેસર અભિમન્યુ બાસુ અને ડૉ. દિપ્તેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આ કાર્ય સફળ રહયું.
એવું કહેવાય છે કે રેકોર્ડ મુજબ, ૩૦ થી વધુ ડોકટરો મળીને એક દિવસમાં લગભગ ૩૫ થી ૪૦ ઓપરેશન કરતા હતા. સર્જરી અને લેપ્રોસ્કોપી વિભાગના સર્જન દિપ્તેન્દ્ર સરકારે કહયું, અમે અન્ય લોકો માટે એક ઉદાહરણ બેસાડવા માંગતા હતા. આ રીતે કામ કરવું જોઈએ. અમે બધા ડોક્ટરો ઇચ્છતા હતા કે આ સર્જરી ઝડપથી થાય.
દરમિયાન, ડૉ. સિરાજ અહમદે કહયું, અમે જોઈ રહયા હતા કે ઘણી સર્જરીઓ બાકી હતી. આ હોસ્પિટલમાં દરરોજ હજારો લોકો સારવાર માટે આવે છે. પરિણામે, તે કેસમાં સર્જરીની તારીખ નક્કી કરવામાં વિલંબ થયો. પહેલાં, જો ઘણી બધી સર્જરી થતી, તો અમે દિવસમાં ૧૦ સર્જરી કરતા. પણ હવે અમે અમારી વચ્ચે નક્કી કર્યું કે આપણે વધુ કરી શકીએ છીએ. અને એ જ અમે કરી રહયા છીએ. આ વખતે, અમે ૫ દિવસમાં ૨૦૦ થી વધુ સર્જરીઓ કરી છે.
દર્દીઓના સગાંઓ હોસ્પિટલની આ સિદ્ધિથી ખુશ છે અને ઘણા માને છે કે આ વલણ આગામી દિવસોમાં સરકારી હોસ્પિટલોની સ્થિતિમાં સુધારો લાવશે. લ્લ્ધ્પ્ હોસ્પિટલ તેની તબીબી સુવિધાઓને વધુ મજબૂત બનાવશે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી કેન્સર કેર સેન્ટર પણ સ્થાપશે.(૨૩.૪)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
