<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

સુષ્‍મિતા સેન સાથે બ્રેકઅપ કન્‍ફર્મ : લલિત મોદીએ નવા પાર્ટનર સાથેનો વીડિયો શેર કર્યો

૨૫ વર્ષની મિત્રતા હવે સંબંધમાં ફેરવાઇ ગઇ છે

લંડન, તા.૧૫: IPના સ્‍થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ પોતાના અંગત જીવન અંગે એક મોટી અપડેટ આપી છે. વેલેન્‍ટાઇન ડે પર તેણે ખુલાસો કર્યો કે તેને ફરીથી પ્રેમ થઈ ગયો છે. આ સાથે તેણે અભિનેત્રી સુષ્‍મિતા સેન સાથેના બ્રેકઅપની પણ પુષ્ટિ કરી. લલિતે ઇન્‍સ્‍ટાગ્રામ પર તેની નવી ગર્લફ્રેન્‍ડ સાથેનો એક વીડિયો મોન્‍ટેજ શેર કર્યો. આમાં તેણે પોતાના જીવનસાથીનું નામ જાહેર કર્યું નથી. પરંતુ, તેણે મહિલા સાથેના ઘણા ફોટા શેર કર્યા અને કહયું કે તે તેની જૂની મિત્ર છે.

લલિત મોદીની પોસ્‍ટમાં કહેવામાં આવ્‍યું છે કે ૨૫ વર્ષની મિત્રતા હવે સંબંધમાં ફેરવાઈ ગઈ છે. તેણે લખ્‍યું, હું ભાગ્‍યશાળી હતો. સારું, નસીબે મને બે વાર સાથ આપ્‍યો. ૨૫ વર્ષની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ બે વાર બન્‍યું. આશા છે કે તમારા બધા માટે પણ તે કામ કરશે. તમને બધાને વેલેન્‍ટાઇન ડેની શુભકામનાઓ. આ કેપ્‍શન સાથે, તેણે વીડિયો ક્‍લિપમાં ઘણી તસવીરો શેર કરી. થોડા જ સમયમાં લલિત મોદીની આ પોસ્‍ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. તેમને ઇન્‍ટરનેટ વપરાશકર્તાઓ તરફથી ખૂબ અભિનંદન મળ્‍યા.

તમને જણાવી દઈએ કે લલિત મોદીના લગ્ન વર્ષ ૧૯૯૧ માં મીનલ મોદી સાથે થયા હતા. મીનલનું ૨૦૧૮ માં કેન્‍સર સામે લડતા મૃત્‍યુ થયું. આ પછી, વર્ષ ૨૦૨૨ માં, લલિત મોદીની પોસ્‍ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી, જેમાં કહેવામાં આવ્‍યું કે તે બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્‍મિતા સેન સાથે સંબંધમાં છે. તેમણે માલદીવમાં એકબીજા સાથેના વેકેશનના ફોટા શેર કર્યા. એટલું જ નહીં, લલિતે પોતાનો ઇન્‍સ્‍ટાગ્રામ બાયો પણ બદલ્‍યો હતો અને સેનના હેન્‍ડલ પછી ‘માય લવ' ઉમેર્યું હતું. આ રોમાંસે બધાને આશ્‍ચર્યચકિત કરી દીધા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્‍યો નહીં. થોડા સમય પછી, લલિત મોદી અને સુષ્‍મિતા સેનના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્‍યા. હવે આ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે.(૨૩.૨)

(9:51 AM IST)