<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

ટ્રમ્‍પ અને મસ્‍કે એક જ દિવસમાં ૧૦૦૦૦ કર્મચારીઓની નોકરી છીનવી

સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક પગલું ભર્યુ

વોશીંગ્‍ટન,તા.૧૫: અમેરિકામાં લગભગ ૧૦ હજાર સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્‍યા છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને તેમના સહયોગી ઈલોન મસ્‍કે સાથે મળીને એક જ દિવસમાં ૯૫૦૦ કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે.

આ કર્મચારીઓ સરકારી જમીનોના રક્ષણથી લઈને નિવળત્ત સૈનિકોની સારસંભાળ રાખવાના કામમાં રોકાયેલા હતા. માહિતી અનુસાર, ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક પગલું ભર્યું છે.

ગળહ વિભાગ, ઉર્જા, વેટરન્‍સ અફેર્સ, કળષિ, આરોગ્‍ય અને અન્‍ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો -ોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું.

જ્‍યારે કેટલીક સરકારી એજન્‍સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તેમાં કન્‍ઝ્‍યૂમર ફાઈનાન્‍શિયલ પ્રોટેક્‍શન બ્‍યુરોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ઈન્‍ટરલ  રેવન્‍યૂ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે.

અહેવાલ અનુસાર ૧૫ એ-લિ પહેલા આ વિભાગમાં મોટી સંખ્‍યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્‍હાઇટ હાઉસના જણાવ્‍યા અનુસાર, ૭૫,૦૦૦ એવા કર્મચારીઓ હતા જેમણે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ઈલોન મસ્‍કના વિરોધમાં સ્‍વેચ્‍છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સરકારી સ્‍ટાફ આશરે ૨૩ લાખ છે. આવી સ્‍થિતિમાં, લગભગ ૩ ટકા સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે.(૪૦.૭)

(10:14 AM IST)