<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી જશે મહાકુંભ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી : બંને નેતા ૧૬ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ આવી શકે છે

પ્રયાગરાજ,તા.૧૫: આસ્‍થાના મહાપર્વ મહા કુંભની અનેક રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂકયા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાંત રાજ્‍યના મુખ્‍ય પ્રધાનો પણ મહાકુંભની મુલાકાતે આવી ચૂકયા છે. ત્‍યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમ જ પ્રિયંકા ગાંધી પણ મહાકુંભની મુલાકાત લઈ શકે છે. આ અંગે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ કરી હોવાના પણ અહેવાલો છે. પણ હવે તેઓ કયારે મુલાકાત લેશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આસ્‍થાના મહાપર્વ મહા કુંભની અનેક રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂકયા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાંત રાજ્‍યના મૂખ્‍ય પ્રધાનો પણ મહાકુંભ ની મુલાકાતે આવી ચૂકયા છે. ત્‍યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમ જ પ્રિયંકા ગાંધી પણ મહાકુંભ ની મુલાકાત લઈ શકે છે. આ અંગે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ કરી હોવાના પણ અહેવાલો છે. પણ હવે તેઓ કયારે મુલાકાત લેશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાહુલ ગાંધી ૪ ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના હતા. જો કે સંસદીય કાર્યવાહીને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી. રાહુલ અને -યિંકા ટૂંક જ સમય માટે પ્રયાગરાજ જઈ શકે છે. તારીખો અંગે રાહુલ ગાંધી પોતે નિર્ણય લેશે. પરંતુ સૂત્રોનું માનીએ તો બંને નેતા ૧૬ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ આવી શકે છે.(૪૦.૩)

(10:16 AM IST)