News of Saturday, 15th February 2025
હેવાન પતિએ પત્નીના બેડરૂમમાં છુપાઈને કેમેરા લગાવ્યા, અશ્લીલ વીડિયો બનાવતો બળજબરીપૂર્વક અપ્રાકળતિક સંબંધ બનાવતોઃ વીડિયોને અન્ય મહિલાઓને મોકલતો
હદ પાર કરી દીધી

કાનપુર તા.૧૫: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનું કહેવું છે કે, તેના પતિએ ખોટું બોલીને લગ્ન કર્યા અને બેડરૂમમાં સ્પાઈ કેમેરા લગાવી તેમનો અશ્લીલ વીડિયો બનાવતો હતો. એટલું જ નહીં, પતિ બળજબરીપૂર્વક અપ્રાકળતિક સંબંધ બનાવતો અને આ વીડિયોને અન્ય મહિલાઓને મોકલતો હતો. આ મામલામાં મહિલાએ પોતાના પતિ અને દિયર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લગ્ન બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું
સ્વરૂપ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની રહેવાસી મહિલાના લગ્ન ૨૦૧૪માં કલ્યાણપુરના રહેવાસી એક પ્રોપર્ટી ડીલર સાથે થયા હતા. લગ્નમાં કન્યા પક્ષે પોતાની હેસિયત અનુસાર દહેજ આપ્યો, પણ તેમ છતાં પતિ અને દિયરે વધારે દહેજની માગ કરવા લાગ્યા. મહિલાના જણાવ્યા અનુસાર, લગ્નના બીજા દિવસથી જ તેને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરવા લાગ્યા.
ગુપ્ત કેમેરાથી અશ્લીલ વીડિયો બનાવ્યો
પીડિતાનો આરોપ છે કે તેનો પતિ બેડરૂમમાં ગુપ્ત કેમેરા લગાવીને તેના અશ્લીલ વીડિયો બનાવતો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો તે આરોપીએ તેની સાથે મારપીટ કરી અને ધમકી આપી છે કે જો તેણે કોઈને કહ્યું તો આ વીડિયો વાયરલ કરી દેશે.
આ દરમ્યાન મહિલાને જાણવા મળ્યું કે, તેના પતિને પહેલાથી એક પત્ની છે. જ્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો તો સાસરિયાના લોકોએ તેની સાથે મારપીટ કરી અને ઘરમાંથી કાઢી મૂકી. દિયર અને પતિએ ધમકી આપી કે જો તેણે વધારે વિરોધ કર્યો તો તેના -ાઈવેટ વીડિયો વાયરલ કરી દેશે.
મહિલાનો આરોપ છે કે, તેના પતિને કેટલીય મહિલાઓ સાથે આડા સંબંધ છે. તેના વિશે પૂછતા તે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, મહિલાની ફરિયાદ પર તેના પતિ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે આ મામલે કાર્યવાહીના આદેશ આપ્યા છે. (૩૮.૨)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
