News of Saturday, 15th February 2025
પ્રયાગરાજ એરપોર્ટ પર ૬૫૦થી વર્ધ ચાર્ટર્ડ વિમાન લેન્ડ
૧૧ ફેબ્રુઆરીએ સૌથી વધારે ૭૧ ચાર્ટર્ડ ફ્લાઇટ પ્રયાગરાજ ઉતરી હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે : મહાકુંભમાં ૫૦ કરોડની પવિત્ર ડૂબકી બાદ વધુ એક રેકોર્ડ

પ્રયાગરાજ, તા.૧પઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દેશપ્રવિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. મહાકુંભે દેશ-દુનિયાના ધનવાન અને સામર્થ્યવાન લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જેથી આ લોકો પોતાના પ્રાઇવેટ જેટ અથવા ચાર્ટર્ડથી મહાકુંભ પહોંચી આ અવિસ્મરણીય પળના સાક્ષી બની રહ્યાં છે.
પ્રયાગરાજ એરપોર્ટ પર દરરોજ એટલાં ચાર્ટર્ડ અને પ્રાઇવેટ જેટ આવી રહ્યાં છે કે, એરપોર્ટ પર પણ ભીડ વધવા લાગી છે. ફક્ત ગાડી અને વાહનોની ર્પાકિંગમાં મુશ્કેલી નથી ઊભી થઈ રહી પરંતુ, એરપોર્ટ પર આ પ્રાઇવેટ જેટ અને ચાર્ટર્ડ માટે પણ રાહ જોવી પડે છે.
૧૧ ફેબ્રુઆરીએ સૌથી વધારે ૭૧ ચાર્ટર્ડ ફ્લાઇટ પ્રયાગરાજ ઉતરી હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અહીં ૮ ફેબ્રુઆરી બાદ પ્રતિદિન ૬૦થી વધારે ચાર્ટર્ડ અને ખાનગી વિમાન લેન્ડ થઈ રહ્યાં છે. અત્યાર સુધી કુલ ૬૫૦ ચાર્ટર્ડ ફ્લાઇટ અહીં ઉતરી ચુકી છે. સેલિબ્રિટી, વિદેશી રાજકારણ અને ફિલ્મ તેમજ મનોરંજન સાથે જોડાયેલાં હજારો લોક ચાર્ટર્ડથી આવીને મહાકુંભમાં તાાન કરી ચુકયા છે. વળી, અત્યાર સુધી સતત આવા લોકોનું આવવાનું શરૂ છે. ચાર્ટર્ડ સિવાય સ્પાઇસજેટ, ઇન્ડિગો, એર ઈન્ડિયાની રેગ્યુલર ફ્લાઇટ પણ દર અઠવાડિયે લગભગ ૩૦૦થી વધુ સંખ્યામાં પ્રયાગરાજ એરપોર્ટ પર ઉતરી રહી છે.
એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક દિવસમાં જેટલાં લોકો પ્રયાગરાજ એરપોર્ટ પર ઉતરી રહ્યાં છે, તેટલાં પ્રયાગરાજમાં સામાન્ય દિવસોમાં એક મહિનામાં પણ નથી ઉતરતાં. એવામાં આ એક રેકોર્ડ છે. -યાગરાજ હાલ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થઈ ગયું છે. જ્યાં હાલ સૌથી વધારે ચાર્ટર્ડ અને -ાઇવેટ પ્લેન પહોંચી રહ્યાં છે. નોંધનીય છે કે, આ પહેલાં શુક્રવારે (૧૪ જાન્યુઆરી) મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા આવનાર લોકોની સંખ્યાં અંદાજિત ૫૦ કરોડ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
