News of Saturday, 15th February 2025
૧૭ દિવસમાં જ ૧૧૦૦ કિ.મી દોડીને પહોંચ્યો મહાકુંભ
અગ્નિવીરે તો ગજબ કર્યુ, યુવાનો માટે બન્યો મિસાલ : બિહારના આ યુવકે ૧૭ દિવસમાં ૧૧૦૦ કિલોમીટર દોડીને પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચીને પોતાના નામે એક નવો રેકોર્ડ બનાવ્યો છે

પટણા, તા.૧૫: પ્રયાગરાજ મહાકુંભ હવે તેના અંતને આરે છે, પરંતુ તે પહેલાં બિહારના એક અગ્નિવીરએ કમાલ કરી બતાવ્યું છે. બિહારના સહરસાનો એક યુવક માત્ર ૧૭ દિવસમાં ૧૧૦૦ કિલોમીટર દોડીને મહાકુંભમાં પહોંચ્યો. દરરોજ ૧૦ કલાક દોડીને, રૂપેશ પોતાની મંજિલ પર પહોંચ્યો અને ૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યે સંગમમાં તાાન કર્યું. જોકે, તેને મુસાફરી દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી, પરંતુ તેનો નિશ્ચય અડગ રહ્યો. હવે આ યુવાનની ચર્ચા ચારેકોર થઈ રહી છે.
૧ ફેબ્રુઆરીના રોજ દાનાપુરમાં રૂપેશની તબિયત બગડી અને દરમિયાન તેનો મોબાઈલ અને પર્સ ચોરાઈ ગયા. પણ, તેણે હાર ન માની. સ્થાનિક લોકો અને મિત્રોની મદદથી યાત્રા ચાલુ રાખી. તેને QR કોડ દ્વારા ૫-૬ હજાર રૂપિયાની આર્થિક મદદ મળી, જેનાથી તેને આગળ વધવામાં મદદ મળી.
ફક્ત ૩૦૦ રૂપિયા અને એક અડગ સંકલ્પથી શરૂ થઈ યાત્રાઃ રૂપેશે મહાકુંભની સફર ફક્ત ૩૦૦ રૂપિયાથી શરૂ કરી. આ પૈસાથી તેણે યાત્રા માટે એક પોસ્ટર તૈયાર કર્યું, જેમાં QR કોડ દ્વારા નાણાકીય સહાયની અપીલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ શેર કરવાથી ઘણા લોકોએ મદદ કરી.
મુસાફરીની શરૂઆતમાં રૂપેશના બે મિત્રો તેની સાથે હતા, પરંતુ તેઓ થાકી ગયા અને બખ્તિયારપુર પહોંચતા પહેલા જ તેઓ પાછા ફર્યા. આ પછી, રૂપેશે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ૧૧૦૦ કિમીની દોડ એકલા પૂર્ણ કરી. તેણે પોતાની શ્રદ્ધાનો પુરાવો તો આપ્યો, સાથે જ પોતાની હિંમત અને દૃઢ નિશ્ચયથી લોકોના દિલ પણ જીતી લીધા.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
