News of Saturday, 15th February 2025
બિહારમાં પોસ્ટર વોરઃ તેજસ્વી યોધ્ધા ઘોડા ઉપર સવારઃ નીતિશ કુમારને કાચબા ઉપર બેઠેલા દર્શાવાયા

પટનાઃ બિહારની રાજધાની પટનામાં આરજેડીના રાજ્ય કાર્યાલયની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ દોડતા ઘોડા પર બેઠેલા જોવા મળે છે, જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કાચબાની પીઠ પર બેઠેલા જોવા મળે છે. પોસ્ટર પર લખ્યું છે, ૧૭ મહિનાની એ જ ગતિશીલ તેજસ્વી સરકાર આવી રહી છે. આ પોસ્ટરમાં ૧૭ મહિના જૂની મહાગઠબંધન સરકારની સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવી છે, જે દરમિયાન આરજેડી નેતા તેજસ્વી નાયબ મુખ્યમંત્રી હતા. પોસ્ટરમાં નીતિશ કુમારના ૨૦ વર્ષના વિકાસ વિશે પણ વાત કરવામાં આવી છે. નીતિશ કુમારના ૨૦ વર્ષના વિકાસને ગોકળગાયની ગતિએ થયેલા વિકાસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. જ્યારે તેજસ્વી પ્રસાદ યાદવને ઘોડાની ગતિએ વિકાસ લાવનારા નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
