News of Saturday, 15th February 2025
નરેન્દ્રભાઇને મસ્કે સ્ટાશિપની હીટશીલ્ડ ટાઇલ્સ ભેટ આપી
૬ ખુણાવાળી ટાઇલ્સ સિલીકા બેઝડ સિરામીકથી છેઃ જેથી શીપને ગરમીથી રક્ષણ મળે છે

ન્યુયોર્કઃ ઇલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સ્ટારશિપની હેકઝાગોનલ સિરેમિક ટાઇલ ગિફટમાં આપી હતી. આવી હજારો ટાઇલ્સ સ્ટારશિપની બહારના આવરણમાં ફિટ કરવામાં આવે છે અને સ્પેસએકસની સ્ટારશિપ જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. ત્યારે આ ટાઇલ્સ પ્રચંડ ગરમીથી સ્ટારશિપનું રક્ષણ કરે છે.
આવાજ સ્ટારશિપની આ ટાઇલ્સ વડાપ્રધાન મોદીને ગિફટમાં આપવામાં આવી છે જે સિલિકા બેઝડ સિરેમિકમાંથી બનાવવામાં આવી છે. અન્ય સ્પેસ શટલમાં ચોરસ ટાઇલ્સ હોય છે પણ સ્પેસએકસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ છ ખુણાવાળી ટાઇલ્સ સીધી લાઇનમાં આવતા ગેપને દુર કરે છે અને તેથી એ વાતાવરણના દબાવમાં પણ તુટવાનો ડર રહેતો નથી અને ગરમી સ્ટારશિપની અંદર જતી નથી. આના કારણે સ્ટારશિપમાં વાતાવરણ ઠંડુગાર રહે છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
