<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

હસામે વધુ 3 ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં : ઈઝરાયેલે પણ 100થી વધુ પેલેસ્ટાઈની નાગરિકોને છોડ્યા

પીએમ બેન્ઝામિન નેતન્યાહુના કડક વલણ અને અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ હસામે ઈઝરાયેલના બંધકોને મુક્ત કર્યા

હમાસ દ્વારા ગાઝામાં યુદ્ધ વિરામ અંતર્ગત શનિવારે વધુ 3 ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં છે. ભારે સુરક્ષા વચ્ચે હમાસે ઈઝરાયેલના બંધકોને સ્વતંત્ર કર્યાં છે. હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવામાં આવ્યા બાદ ઈઝરાયેલે પણ 100થી વધારે પેલેસ્ટાઈની નાગરિકોને મુક્ત કર્યાં છે.

હમાસ અગાઉ ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ ઈન્કાર કરતું હતું. પણ પીએમ બેન્ઝામિન નેતન્યાહુના કડક વલણ અને અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ હસામે ઈઝરાયેલના બંધકોને મુક્ત કર્યા છે.

ઈઝરાયેલે કહ્યું કે હમાસે તેના ત્રણ બંધકને મુક્ત કર્યાં છે. હમાસે આ બંધકોને ગાઝા પટ્ટીમાં રેડક્રોસને સોંપ્યા છે. સેનાના એક નિવેદનમાં કહ્યું કે મુક્ત કરવામાં આવેલ ત્રણ વ્યક્તિ તેમની પાસે છે, જેઓ અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

હમાસના કટ્ટરપંથીઓએ શનિવારે ઈઝરાયેલના ત્રણ પુરુષ બંધકોને મુક્ત કર્યાં છે. મુક્ત કરવામાં આવ્યા તે અગાઉ તેમની દક્ષિણી ગાઝા પટ્ટીમાં ભીડ સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી અને ત્યારબાદ રેડક્રોસને સોંપવામાં આવ્યા.

હમાસ દ્વારા મુક્ત રામાં આવેલ આ નાગરિકોને 7 ઓક્ટોબર,2023ના રોજ અપહરણ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ અગાઉ મુક્ત કરવામાં આવેલ લોકો કરતાં વધારે સારી છે.

 

(8:59 PM IST)