News of Saturday, 15th February 2025
2060 સુધીમાં દુનિયા ખત્મ થઈ જશે ! 300 વર્ષ પહેલા લખેલા એક પત્રમાં આઇઝેક ન્યૂટને કર્યો હતો દાવો
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રીએ 1704 માં એક પત્ર લખીને દાવો કર્યો હતો કે 2060 સુધીમાં દુનિયાનું અસ્તિત્વ ખતમ થઈ જશે

નવી દિલ્હી :આઇઝેક ન્યૂટને 300 વર્ષ પહેલાં એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે ભવિષ્યવાણી કરી હતી કે 2060 સુધીમાં દુનિયાનો અંત આવશે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટનનું નામ સાંભળ્યું જ હશે. ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી. તેમણે ગુરુત્વાકર્ષણનો નિયમ લખ્યો અને વિશ્વના પ્રથમ રિફ્લેટિંગ ટેલિસ્કોપની શોધ પણ કરી હતી.
ન્યૂટન વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમણે દુનિયાના અંતની આગાહી પણ કરી હતી. ન્યૂટને એક પત્ર લખ્યો હતો જેમાં દુનિયાના અંતનો દાવો કરવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રીએ 1704 માં એક પત્ર લખીને દાવો કર્યો હતો કે 2060 સુધીમાં દુનિયાનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
"અંત" ને બદલે, તેમણે "રીસેટ" શબ્દનો ઉપયોગ કર્યો. પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંત અને ખ્રિસ્ત પૃથ્વી પર શાંતિ સ્થાપિત કરવા માટે 1000 વર્ષ માટે ફરીથી પાછા આવશે. હેલિફેક્સમાં યુનિવર્સિટી ઓફ કિંગ્સ કોલેજના પ્રોફેસર સ્ટીફન ડી. સ્નોબેલને દાવો કર્યો હતો કે ખ્રિસ્તી ધર્મમાં માનનારા ન્યૂટને દુનિયાના અંતની ગણતરી કરવા માટે ડેનિયલના પુસ્તકમાં આપેલ તારીખોનો ઉપયોગ કર્યો હતો.
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ ગણિતશાસ્ત્રી ડેનિયલે આ આગાહીઓ બાઈબલની માન્યતાઓના આધારે કરી હતી. ન્યૂટન બાઈબલના સાક્ષાત્કારના દ્રષ્ટિકોણોમાં માનતા હતા. ખાસ કરીને આર્માગેડનના યુદ્ધમાં. તેથી તેમણે બાઈબલના ઇતિહાસમાં પછીની ઘટનાઓ પર તેમની ભવિષ્યવાણીનો આધાર રાખ્યો.
આ પત્ર 'બુક ઓફ રિવીલેશન' ના છેલ્લા પ્રકરણમાં પણ એક યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યુદ્ધ દુનિયાના અંતનું ચિહ્ન બનશે. આ પછી શાંતિનો સમયગાળો શરૂ થશે. ન્યૂટને પોતાની આગાહીઓ કરવા માટે ચોક્કસ તારીખ મેળવવા માટે ન્યૂટને ચર્ચના અંતની તારીખ 800 એડી તરીકે નક્કી કરી, જ્યારે રોમન સામ્રાજ્યની રચના થઈ. ન્યૂટને આમાં 1260 વર્ષ ઉમેર્યા, અને આ રીતે 2060 એડીનું વર્ષ બહાર આવ્યું. આ આધારે ન્યૂટને 2060 માં વિશ્વના અંતની આગાહી કરી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
