News of Saturday, 15th February 2025
મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી લાગી આગ : સેક્ટર 19માં કેટલાક પંડાલ સળગ્યા
ફાયર ફાઇટરો આગ પર અંકૂશ મેળવવા માટે કામગીરી ચાલુ :પોલીસ પણ ઘટનાસ્થળે હાજર

નવી દિલ્હી : મહાકુંભ દરમિયાન સેક્ટર 19માં ફરી ઘણા પંડાલોમાં આગ લાગી ગઈ. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ.ફાયર ફાઇટરો આગ પર અંકૂશ મેળવવા માટે કામગીરી ચાલી રહી છે. પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે.
આગ લાગ્યા બાદ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ આગ અનેક પંડાલોને પોતાની લપેટમાં લઈ લીધા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
સેક્ટર 19 માં મોરી માર્ગ પર લવકુશ મહારાજનો મંડપ બનાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. અહીં તંબુ બનાવવામાં આવ્યા હતા, જ્યાં કલ્પવાસીઓ અને અન્ય ભક્તો રહેતા હતા. મંડપ તોડી પાડવાનું અને સામાન પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું.
દરમિયાન શનિવારે સાંજે ત્યાં અચાનક આગ લાગી ગઈ. ધુમાડો અને આગના ગોટેગોટા નીકળતાં ભક્તોમાં ગભરાટ ફેલાઈ ગયો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવામાં વ્યસ્ત છે.
બે દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ પણ મેળા વિસ્તારમાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો. પરંતુ ત્યાં સુધીમાં ચાર તંબુ બળી ગયા હતા. આગથી બહુ નુકસાન થયું નથી.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
