News of Saturday, 15th February 2025
હવે H1B વિઝા માટે લાંબી રાહ જોવી પડશે: અમેરિકન સરકારે રિન્યુ કરવા માટેના નિયમો બદલ્યા
અમેરિકાએ 'વિઝા ઇન્ટરવ્યૂ વેવર' એટલે કે વિઝા ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ માટે પાત્રતા માપદંડમાં ફેરફાર કર્યો છે. જાણો શું છે આ 'વિઝા ઇન્ટરવ્યૂ વેવર'

નવી દિલ્હી : ભારતીયો પહેલા વિઝા ઇન્ટરવ્યૂ આપ્યા વિના સરળતાથી યુએસ વિઝા મેળવી લેતા હતા તેમના માટે ખરાબ સમાચાર છે. અમેરિકાએ 'વિઝા ઇન્ટરવ્યૂ વેવર' એટલે કે વિઝા ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ માટે પાત્રતા માપદંડમાં ફેરફાર કર્યો છે. જાણો શું છે આ 'વિઝા ઇન્ટરવ્યૂ વેવર'
'વિઝા ઇન્ટરવ્યૂ વેવર' જેને 'ડ્રોપબોક્સ' સુવિધા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના માટે નિયમો હવે કડક કરવામાં આવ્યા છે. હવે જે અરજદારોના વિઝા 12 મહિનાથી વધુ સમય પહેલા સમાપ્ત થઈ ગયા છે તેમણે ઇન્ટરવ્યૂ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ઇન્ટરવ્યૂ સ્લોટની ઊંચી માંગને ધ્યાનમાં રાખીને અરજદારોએ લાંબી પ્રક્રિયા માટે પણ તૈયાર રહેવું પડશે. અગાઉ જે લોકોના વિઝા છેલ્લા 48 મહિનામાં સમાપ્ત થઈ ગયા હતા તેઓ ડ્રોપબોક્સ પ્રક્રિયા દ્વારા તેમના વિઝા રિન્યુ કરાવી શકતા હતા.
હવે ફક્ત તે જ લોકોને ડ્રૉપબૉક્સનો ઉપયોગ કરવાની તક મળશે જેમના વિઝા છેલ્લા 12 મહિનાની અંદર સમાપ્ત થઈ ગયા છે અને જેઓ તે જ સીરીઝમાં તેમના વિઝા રિન્યુ કરી રહ્યા છે. પહેલા આ મર્યાદા 48 મહિનાની હતી. નવા નિયમો H-1B અને B1/B2 વિઝા ધારકો સહિત ઘણા લોકોને અસર કરશે. કોવિડ દરમિયાન નિયમોમાં છૂટછાટથી આ લોકોને ઘણો ફાયદો થયો હતો.
જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ધ નેશનલ લો રિવ્યૂ અનુસાર વિઝા એપ્લિકેશન સેન્ટર્સ (VACs) એ નવા નિયમો લાગુ કરવાનું શરૂ કરી દીધું છે અને જેઓ આ નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
