<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th February 2025

પશ્ચિમ આફ્રિકાના માલીમાં ગંભીર દુર્ઘટના: સોનાની ખાણ ધસી પડતા ૪૮ના મોત, અનેક લોકોને ઈજા

પશ્ચિમ આફ્રિકામાં આપેલ માલીના પૂર્વ વિસ્તારમાં કેનિએબા જિલ્લામાં સોનાની ખાણ ધસી પડતા ૪૮ મોત અને અનેકને ઈજા થઈ છે. માલીમાં આ વર્ષે આ બીજી ગંભીર દુર્ઘટના બની છે.

સત્તાધીશો એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ચીનના નાગરિક દ્વારા સંચાલિત આ  ખાણમાં કાયદાકીય રીતે સંચાલન થઈ રહ્યું હતું કે નહીં. માલીમાં ગયા મહિને પણ ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં ૭૦ જેટલી મહિલા શ્રમિકોના મોત થયા હતા. માલીની દસ ટકા વસ્તી રોજગારી માટે સોનાની ખાણ પર નિર્ભર છે. 

 

(11:16 PM IST)