<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

જર્મનીની અર્થવ્‍યવસ્‍થા સતત ત્રીજા વર્ષે સંકોચાઈ રહી છે :ભારતને મળશે સારા સમાચાર

ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની શકે છે

નવી દિલ્‍હી,તા.૧૭: વડા પ્રધાન મોદી કહે છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનશે. પરંતુ ભારતે કદાચ આ માટે વધુ રાહ જોવી પડશે નહીં. આનું કારણ એ છે કે આ વર્ષે પણ જર્મનીના અર્થતંત્રમાં નકારાત્‍મક વળદ્ધિ થવાની ધારણા છે. જર્મન ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી માને છે કે આ વર્ષે દેશની અર્થવ્‍યવસ્‍થામાં ૦.૫ ટકાનો ઘટાડો થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં, દેશની અર્થવ્‍યવસ્‍થામાં ૨૦૨૩ માં ૦.૩% અને ૨૦૨૪ માં ૦.૨% નો ઘટાડો થયો હતો. જર્મની યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર પણ છે.

ભારત હાલમાં ૪.૨૭ ટ્રિલિયન ડોલર સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા છે. ત્‍યારબાદ અમેરિકા (઼૩૦.૩૪ ટ્રિલિયન), ચીન (઼૧૯.૫૩ ટ્રિલિયન), જર્મની (઼૪.૯૨ ટ્રિલિયન) અને જાપાન (઼૪.૩૯ ટ્રિલિયન) આવે છે. આ વર્ષે જાપાનનું અર્થતંત્ર ૧.૧%ના દરે વળદ્ધિ પામશે તેવી ધારણા છે, જ્‍યારે ભારતનું અર્થતંત્ર ૬.૫%ના દરે વળદ્ધિ પામી શકે છે. આનો અર્થ એ થયો કે ભારત આ વર્ષે જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની શકે છે.

IMF ના મતે, ભારત ૨૦૨૯ સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ત્‍યારે ભારતના GDPનું કદ ૬.૪૪ ટ્રિલિયન ડોલર થશે. જર્મની ૫.૩૬ ટ્રિલિયન ડોલર સાથે ચોથા ક્રમે અને જાપાન ૪.૯૪ ટ્રિલિયન ડોલર સાથે પાંચમા ક્રમે રહેશે. પરંતુ જે રીતે જર્મનીનું અર્થતંત્ર ઘટી રહ્યું છે અને જાપાનનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે, તે જોતાં લાગે છે કે ભારતને આ બિંદુ સુધી પહોંચવા માટે વધુ રાહ જોવી પડશે નહીં.(૪૦.૫)

(10:33 AM IST)