<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૪૧

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

વિધીઃ-૪૧: તારવાળાં વાજિંત્રોને સાંભળતાં એમના સંયુકત કેન્‍દ્રિત  ધ્‍વનિને સાંભળો, આ પ્રકારે સર્વવ્‍યાપકતાને પ્રાપ્‍ત થાઓ

તમે કોઇ વાદ્ય, સીતાર કે કોઇ બીજા વાજિંત્રને સાંભળી રહ્યા છો. એમાં ઘણા સ્‍વર છે. સજગ થઇને એના કેન્‍દ્રીય સ્‍વરને સાંભળો- એ સ્‍વરને જે એનું કેન્‍દ્ર હોય અને જેની ચારે બાજુ બધા સ્‍વર ઘુમતા હોય. એની આંતરિક  ધારાને સાંભળો, જે બીજા  બધા સ્‍વરોને સંભાળી રહ્યા હોય  જેમ કે તમારા આખા શરીરને એનો મેરૂદંડ, એની કરોડ સંભાળી રહ્યોછે એવી જ રીતે સંગીત પણ કરોડ હોય છે. સંગીતને સાંભળતા સાંભળતા સજગ થઇને એનામાં પ્રવેશ કરો અને એના મેરૂદંડ ને શોધો. એ કેન્‍દ્રિય સ્‍વરને શોધો જે આખા સંગીતને સાંભળી રહ્યો છે. સ્‍વર તો આવતા- જતા રહે છે, પરંતુ કેન્‍દ્રિત સ્‍વર - તત્‍વ પ્રવાહમાન રહે છે એના પ્રત્‍યે જાગરૂક રહો.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:41 AM IST)