<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વરરાજાને જાનમાં ઘોડી પર જ જીવલેણ હાર્ટ-અટેક

શેરવાની પહેરીને ઘોડી પર બેસીને જાન લઈને પરણવા જઈ રહેલા વરરાજાને ઘોડી પર જ હાર્ટ-એટેક આવતાં અચાનક મોત થવાથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો

ભોપાલ તા.૧૭: મધ્‍ય પ્રદેશના શ્‍યોપુરમાં એક લગ્ન-સંગમાં આઘાતજનક ઘટના બની હતી. વાજતેગાજતે શેરવાની પહેરીને ઘોડી પર બેસીને જાન લઈને પરણવા જઈ રહેલા વરરાજાને ઘોડી પર જ હાર્ટ-એટેક આવતાં અચાનક મોત થવાથી લગ્નનો -સંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

વરરાજા પ્રદીપ જાટ પોતાનાં લગ્નની બારાતમાં મિત્રો સાથે ડાન્‍સ કર્યા પછી ઘોડી પર બેઠો અને વરઘોડો આગળ વધ્‍યો. લગ્ન માટે વાજતેગાજતે તોરણે પહોંચીને તોરણમારની વિધિ કરીને વરરાજા ઘોડી પર જ મંડપમાં જવા આગળ વધ્‍યો ત્‍યારે અચાનક તેણે ઘોડી પર જ માથું ઢાળી દીધું. બે ઘડી તો કોઈને કશો ખ્‍યાલ ન આવ્‍યો, પણ પછી અચાનક પ્રદીપને કાંઈ થઈ રહ્યું છે એવું ધ્‍યાનમાં આવતાં બધા ઘોડી પરથી ઉતારીને તેને હોસ્‍પિટલ લઈ ગયા, પણ ડોક્‍ટરોએ તેને મળત્‍યુ પામેલો જાહેર કર્યો હતો. દુલ્‍હન સજીધજીને વરરાજાની રાહ જોઈ રહી હતી, પણ તેના મળત્‍યુની ખબર આવતાં તેના સહિત બધા રડી પડ્‍યાં હતાં.(૩૮.૪)

(10:42 AM IST)