<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

૧ દિવસમાં ૬ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યા ૧૪ વર્ષના ‘હ્યુમન કેલ્‍કયુલેટર' આર્યન શુક્‍લાએ

નાશિકની દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલમાં ભણતો ૧૪ વર્ષનો આર્યન શુક્‍લા ગણિત વિષયમાં અને ગણતરીઓમાં અસાધારણ પ્રતિભા ધરાવે છે

નાશિક તા.૧૭: નાશિકની દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલમાં ભણતો ૧૪ વર્ષનો આર્યન શુક્‍લા ગણિત વિષયમાં અને ગણતરીઓમાં અસાધારણ પ્રતિભા ધરાવે છે અને તેણે એક જ દિવસમાં ૬ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવીને ‘હ્યુમન કૅલ્‍કયુલેટર'નો ખિતાબ મેળવ્‍યો છે. મોટા ભાગે બધા કૅલ્‍કયુલેટરની મદદથી જ ગણતરી કરે છે ત્‍યારે આર્યને કોઈ પેન, પેપર કે બીજી કોઈ પણ વસ્‍તુની મદદ વિના જ; માત્ર મેન્‍ટલી ગણતરી કરીને ઇટલીના મિલાનમાં એક ટીવી-સિરીઝના સેટ પર એક નહીં પણ સૌથી ફાસ્‍ટ ગણતરીના ૬ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યા છે.

આર્યને બનાવેલા આ ૬ રેકોર્ડ અદ્ભુત છેઃ

પાંચ અંકની પચાસ સંખ્‍યાઓનો સરવાળોઃ ૨૫.૧૯ સેકન્‍ડ

ચાર અંકની ૧૦૦  સંખ્‍યાઓનો સરવાળોઃ  ૩૦.૯ સેકન્‍ડ

ચાર અંકની ૨૦૦  સંખ્‍યાઓનો સરવાળોઃ ૧ મિનિટ ૯.૬૮ સેકન્‍ડ

૨૦ અંકની સંખ્‍યાનો ૧૦ અંકની સંખ્‍યા દ્વારા ભાગાકાર (કુલ ૧૦ સેટ) : પાંચ મિનિટ ૪૨ સેકન્‍ડ

પાંચ અંકની સંખ્‍યાનો બીજી પાંચ અંકની સંખ્‍યા સાથે ગુણાકાર (કુલ ૧૦ સેટ): ૫૧.૬૯ સેકન્‍ડ

આઠ અંકની સંખ્‍યાનો બીજી આઠ અંકની સંખ્‍યા સાથે ગુણાકાર (કુલ ૧૦ સેટ) : બે મિનિટ ૩૫.૪૧ સેકન્‍ડ

સૌથી ઓછા સમયમાં ગણતરી કરીને આ ૬ રેકોર્ડ બનાવનાર આર્યનની મમ્‍મી જણાવે છે કે તે  નાનપણથી જ ગણિતમાં હોશિયાર હતો અને તે દરરોજ માનસિક રીતે ગણતરી કરવાની પાંચથી છ કલાક પ્રેક્‍ટિસ કરે છે. કઈ રીતે આ ગણતરીઓ કરી શકે છે એના જવાબમાં આર્યને જણાવ્‍યું કે અમુક ગણતરીઓ ફ્‌લેશ ઓફ સેકન્‍ડમાં થઈ જાય છે એટલે હું સમજાવી નહીં શકું કે મારા મગજમાં શું થાય છે. આર્યન સ્‍કૂલમાં પણ ટોપર છે અને મગજ શાંત રાખવા માટે યોગ કરે છે.(૩૮.૩)

(10:43 AM IST)