<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

તામિલનાડુના IT સ્‍ટાર્ટઅપની કમાલ, ૧૪ કરોડ રૂપિયાનું બોનસ આપીને ૧૪૦ કર્મચારીઓને માલામાલ કરી દીધા

કોઇમ્‍બતુરમાં શરૂ કરેલી IT કંપની કોવાઇ.કો અત્‍યારે બીબીસી, બોઇંગ અને શેલ જેવી કંપનીઓને સર્વિસ આપે છે. : શ્રવણકુમાર નામના ઓન્‍ટ્રપ્રનરે ૬ મહિનાની સેલેરી બોનસ તરીકે આપીશ અને આ પ્રોમિસ તેમણે પૂરું કર્યું

કોઇમ્‍બતુર તા.૧૭: ૨૦૧૧માં શ્રવણકુમાર નામના ઓન્‍ટ્રપ્રનરે તામિલનાડુમાં કોઇમ્‍બતુરમાં શરૂ કરેલી ત્‍વ્‍ કંપની કોવાઇ.કો અત્‍યારે બીબીસી, બોઇંગ અને શેલ જેવી કંપનીઓને સર્વિસ આપે છે. તેમણે પોતાના સ્‍ટાફને ત્રણ વર્ષ પહેલાં પ્રોમિસ કર્યું હતું કે ત્રણ વર્ષ મારી સાથે રહો અને કામ કરો તો હું ૨૦૨૫માં તમારી ૬ મહિનાની સેલેરી બોનસ તરીકે આપીશ અને આ પ્રોમિસ તેમણે પૂરું કર્યું છે. તેમણે પોતાના પ્રોમિસ પ્રમાણે કંપની સાથે છેલ્લાં ૩ વર્ષથી જોડાયેલા ૧૪૦ કર્મચારીઓને કુલ ૧૪ કરોડ રૂપિયાનું બોનસ આપ્‍યું છે. પોતાની કંપની કોવાઈ.કોને વન બિલ્‍યન ડૉલરનું વેલ્‍યુએશન ધરાવતી એક યુનિકોર્ન કંપની બનાવવાનું સપનું જોનાર ફાઉન્‍ડર શ્રવણકુમાર મોંઘી કારના શોખીન છે, પણ પોતાનું પ્રોમિસ પૂરું કરવા હમણાં તેમણે નવી બુગાટી કાર ખરીદવાનું પાછળ ઠેલી દઈને પહેલાં સ્‍ટાફને બોનસ આપ્‍યું છે.(૩૮.૩)

(10:44 AM IST)