હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી ? :બપોરે 3 વાગ્યે ભાજપના ધારાસભ્ય દળની બેઠક
બેઠકમાં સીએમના નામ પર નિર્ણય લીધા બાદ ધારાસભ્યોના હસ્તાક્ષરનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ પાસે મોકલવામાં આવશે

નવી દિલ્હી : આજે બપોરે દિલ્હી ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ થશે. આ બેઠકમાં સીએમના નામ પર નિર્ણય લીધા બાદ ધારાસભ્યોના હસ્તાક્ષરનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. આ પછી 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના નવા મુખ્યમંત્રી રામલીલા મેદાનમાં શપથ લઈ શકે છે. આ સમારોહમાં ભાજપના મોટા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના હવાલના જણાવ્યા પ્રમાણે, 17 ફેબ્રઆરીના રોજ જ ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જે બાદ 18 ફેબ્રુઆરીના રોજ નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ થઈ શકે છે. આ સમારોહ દિલ્હી રામલીલા મેદાનમાં યોજાશે. આ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. તેની ક્ષમતા 1 લાખ સુધી છે.
ભાજપે લગભગ 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા મેળવી છે. 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 22 બેઠકો મળી. કોંગ્રેસ સતત ત્રીજીવાર ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
