News of Monday, 17th February 2025
ચીન આપણો દુશ્મન નથી : સામ પિત્રોડાએ ફરી બાફયુ
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી, તા.૧૭: સામ પિત્રોડાએ કહયું, હું સમજી શકતો નથી કે ચીનથી શું ખતરો છે. મને લાગે છે કે આ મુદ્દાને હંમેશા અતિશયોક્તિપૂર્ણ રીતે ઉછાળવામાં આવે છે કારણ કે અમેરિકાનો સ્વભાવ પોતાને દુશ્મન તરીકે દર્શાવવાનો છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ ચીન પર પોતાના નવા નિવેદનથી વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહયું છે કે ભારતે ચીનને દુશ્મન માનવું બંધ કરવું જોઈએ. તેમણે અમેરિકા પર પણ નિશાન સાધ્યું છે. અહીં, ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસના નેતાના આ નિવેદન પર હુમલો કર્યો છે. આ પહેલા પણ પિત્રોડા પોતાના નિવેદનોને લઈને વિવાદમાં રહી ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પિત્રોડાએ કહયું, હું સમજી શકતો નથી કે ચીન તરફથી શું ખતરો છે. મને લાગે છે કે આ મુદ્દાને હંમેશા અતિશયોક્તિપૂર્ણ રીતે ઉછાળવામાં આવે છે કારણ કે અમેરિકાનો સ્વભાવ દુશ્મનોને નિશાન બનાવવાનો છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે બધા દેશોએ એક સાથે આવવું જોઈએ અને અથડામણ ન કરવી જોઈએ. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
તેમણે કહયું, શરૂઆતથી જ અમારું વલણ સંઘર્ષાત્મક રહયું છે અને આ અભિગમ દુશ્મનો બનાવે છે. બદલામાં, દેશની અંદર સમર્થન મળે છે. આપણે આ માનસિકતા બદલવી પડશે અને એવું માનવું બંધ કરવું પડશે કે ચીન પહેલા દિવસથી જ આપણું દુશ્મન રહયું છે. આ ખોટું છે અને ફક્ત ચીન સાથે જ નહીં, આ બધા સાથે ખોટું છે.(૨૩.૨૩)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
