<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ઝેલમ અને દાલ સરોવરનો શ્વાસ રૂંધાઇ રહયો છે કચરાના ઢગલાઓથી

સુપ્રસિધ્‍ધ સરોવર ખોઇ રહયું છે : પોતાની ચમક

જમ્‍મુઃ શ્રીનગરના પ્રતિષ્‍ઠત જળાશયો ઝેલમ નદી અને દાલસરોવર ધીમે ધીમે શ્વાસ રૂંધાવાની સમસ્‍યા સામે લડી રહયા છે કેમ કે તેમના કિનારાઓ કચરાના મેદાનમાં ફેરવાઇ ગયા છે.

લાલ ચોક બેડના અબીગુજરમાં ફેરવાથી એક ભયાનક ચિત્ર સામે આવે છે. જેમા઼ પાણીની સપાટી પર પ્‍લાસ્‍ટીકની બોટલો પોલીથીનની થેલીઓ અને કચરાના ઢગલા તરી રહયા છે. જેનાથી ભયાનક દુર્ગધ આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, માછીમારો, નાવિકો અને આ જળાશયોની આજુબાજુ રહેતા લોકો એ વાતના સાક્ષી છે કે આ પ્રતિષ્‍ઠીત જળાશયો કેવી રીતે પોતાની ચમક ગુમાવી રહયા છે. રાજબાગના ફિરદૌસ અહમદે કહયું કે અમે રોજેરોજ ઝેલમના કિનારે કચરાના ઢગલા જોઇએ છીએ પણ કોઇને તેની પરવા નથી તેમણે કહયું કે આપણે આપણી બેદરકારીથી આપણી જ જીવનરેખાને નષ્‍ટ કરી રહયા છીએ.

દાલગોટના એક અન્‍ય નિવાસી જુબૈર કહયું કે એ દુર્ભાગ્‍યપૂર્ણ છે. પણ સભ્‍ય છે કે લોકો આ જળાશયોમાં કચરો ફેંકે છે. જુબૈર અનુસાર આપણે આને રોકવા સામુહિક પ્રયાસ કરવાની જરૂર છે. આવી જ રીતે ઝેલમ અને દાલ સરોવરની સામેની દિશામાં આવેલ દુકાનદારોએ પણ ચિંતા વ્‍યકત કરી હતી. એક દુકાનદારે કહયું કે પર્યટકો નદીની ખુબસુરતીને નિહાળવા અહીંયા રોકાતા હતા, હવે તેઓ ધ્રુણા સાથે પાછા ફરી જાય છે. જો આપણે અત્‍યારથી જ કોઇ કાર્યવાહી નહી કરીએ તો આપણે આપણો વારસો કાયમ માટે ગુમાવી દેશું તેમણે કહયું કે દાલસરોવરની સ્‍થિતિ પણ સારી નથી, હાઉસબોટ માલિકો પાણીની ઘટતી ગુણવત્તા બાબતે ચિંતા વ્‍યકત કરી રહયા છે.

દાલસરોવરમાં શિકારાના માલિક નજીર અહેમદનું કહેવું હતું કે અમારી આજીવીકા આ સરોવર પર નિર્ભર છે. જો આ પ્રદુષણ ચાલું રહયું તો પર્યટનને બહુ રાબ રીતે અસર થશે. તેમણે કહયું કે, અમે અમારા લોકોને અપિલ કરીએ છીએ કે તેઓ પ્રશાંસનની રાહ ન જુએ, આપણે ઝેલમ અને દાલસરોવરમાં કચરો ફેંકવાનું બંધ કરવું જોઇએ અને બન્‍નને એક સાથે સાફ કરવાનું શરૅ કરવું જોઇએ.

આ દરમ્‍યાન સરોવર સંરક્ષણ અને મેનેજમેન્‍ટ ઓથોરીટી (એલસીએમએ) ના એક અધિકારીનું કહેવું હતું કે તેઓ દાલ સરોવરને સાફ રાખવા માટે કામ કરી રહયા છે. તેમણે કહયું કે અમે મેન્‍યુઅલ સફાઇ કરવા માટે ચોવીસ કલાક કેટલાય મશીનીસ્‍ટો તહેનત કરેલા છે આ ઉપરાંત, અમે સરોવરમાં ગંદકી ફેલાવનારાઓ વિરૂધ્‍ધ કાર્યવાહી પણ કરી રહયા છીએ.

(4:48 PM IST)