News of Monday, 17th February 2025
સામ પિત્રોડાના ચીનને લઈને નિવેદન પર કોંગ્રેસે અંતર જાળવ્યું : કહ્યુ -પાર્ટીને કોઈ લેવાદેવા નથી
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સેમ પિત્રોડા દ્વારા વ્યક્ત કરાયેલ ચીન પરના કથિત વિચારો ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંતવ્યો નથી

નવી દિલ્હી : ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડા ચીનને લઈને આપેલા નિવેદનને લઈને ફરી ફસાયા છે. કોંગ્રેસે તેમના નિવેદનથી અંતર રાખ્યું છે અને કહ્યું છે કે આ તેમનું અંગત નિવેદન છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક x પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે પિત્રોડાના નિવેદન સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવાદેવા નથી.
હકિકતમાં કોંગ્રેસની આ પ્રતિક્રિયા પિત્રોડાના તે નિવેદનના આધારે આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, ચીન તરફથી આપવામાં આવતી ધમકીને ઘણી વખત અતિશયોક્તિપૂર્ણ કહેવામાં આવે છે અને ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવાનું બંધ કરવું જોઈએ.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સેમ પિત્રોડા દ્વારા વ્યક્ત કરાયેલ ચીન પરના કથિત વિચારો ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંતવ્યો નથી.
તેમણે આ પોસ્ટમાં વધુમાં કહ્યું કે ચીન આપણી વિદેશ નીતિ, બાહ્ય સુરક્ષા અને આર્થિક ક્ષેત્ર માટે સૌથી મોટો પડકાર છે. કોંગ્રેસ પક્ષે મોદી સરકારના ચીન પ્રત્યેના અભિગમ પર વારંવાર સવાલો ઉઠાવ્યા છે. જેમાં 19 જૂન 2020ના રોજ વડાપ્રધાન દ્વારા જાહેરમાં ચીનને આપવામાં આવેલી ક્લીનચીટનો પણ સમાવેશ થાય છે. ચીન પર અમારું સૌથી તાજેતરનું નિવેદન 28 જાન્યુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.
આ નિવેદન પર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું કે તે પણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે સંસદને આ પરિસ્થિતિ પર ચર્ચા કરવાની અને આ પડકારોનો અસરકારક ઉકેલ શોધવા માટે સામૂહિક સંકલ્પ વ્યક્ત કરવાની તક આપવામાં આવી રહી નથી.
જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુમાં સામ પિત્રોડાએ ચીનને લઈને એવું નિવેદન આપ્યું કે નવો વિવાદ ઉભો થઈ ગયો. તેમણે દાવો કર્યો હતો કે, ચીન તરફથી આપવામાં આવતી ધમકી ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમણે સૂચવ્યું કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવાનું બંધ કરવું જોઈએ.
સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, ચીનથી ખતરાને નથી સમજતો. મને લાગે છે કે આ મુદ્દો ઘણીવાર વધારી વધારીને રજૂ કરવામાં આવે છે, કારણ કે અમેરિકાની પ્રવૃત્તિ દુશ્મનને વ્યાખ્યાયિત કરવાની છે. હું માનું છું કે હવે સમય આવી ગયો છે કે તમામ દેશો માટે સહયોગ કરવાનો સમય આવી ગયો છે, સંઘર્ષનો નહીં.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સામ પિત્રોડાએ કોંગ્રેસ પાર્ટીની ચીન સાથેની સમજૂતીનો ખુલ્લેઆમ પર્દાફાશ કર્યો છે. ગંભીર બાબત એ છે કે સામ પિત્રોડાએ જે પ્રકારની વાત કરી છે તે ભારતની ઓળખ, મુત્સદ્દીગીરી અને સાર્વભૌમત્વ પર મોટો હુમલો છે. રાહુલ ગાંધી પણ વિદેશમાં આવા અનેક નિવેદનો આપી ચૂક્યા છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
