News of Monday, 17th February 2025
દિલ્હીના ચાંદની ચોકમાં ગેરકાયદેસર બાંધકામ પર સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી: 10 દિવસ પછી સુનવણી
સુપ્રીમ કોર્ટે MCD ને કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે આ મામલાની તપાસ CBI દ્વારા કરવામાં આવે

નવી દિલ્હી : દિલ્હીના ચાંદની ચોકમાં ગેરકાયદેસર બાંધકામ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આજે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે MCD ને કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે આ મામલાની તપાસ CBI દ્વારા કરવામાં આવે. ચાંદની ચોકમાં બિલ્ડરો આવું બાંધકામ કરે છે અને તમે આંખો બંધ કરો છો? અરજીમાં ચાંદની ચોકમાં ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામને પડકારવામાં આવ્યું છે. કેસની આગામી સુનાવણી 10 દિવસ પછી થશે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
