News of Monday, 17th February 2025
જ્ઞાનેશ કુમાર બનશે દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર : તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે
રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે

નવી દિલ્હી :ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે. રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ-2023 ની કલમ 4 ની સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.
જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેઓ ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનરનું પદ સંભાળી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકની સૂચના વચ્ચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અસંમતિ નોંધ મોકલી છે. તેમણે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી હોવાથી બેઠક મુલતવી રાખવાની માંગ કરી હતી.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
