News of Tuesday, 18th February 2025
ડાંગરના કટ્ટાની આડમાં દારુ ઘુસાડવાનો પર્દાફાશ: 13.77 લાખનો દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો
ડાંગરના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી કરાતા 13,77,750નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બૂટલેગરોના નવા કિમિયાને નિષ્ફળ બનાવ્યો

મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુર થકી ગુજરાતમાં અવારનવાર બુટલેગરો દ્વારા દારૂ ઘૂસેડવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને જેના માટે અવનવા નુસખાઓ અજમાવતા જોવા મળે છે. ત્યારે છોટાઉદેપુર પોલીસ આવા અનેક નુસખાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે. છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડાંગરના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી કરાતા 13,77,750નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બૂટલેગરોના નવા કિમિયાને નિષ્ફળ બનાવ્યો હતો.
છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચના જવાનો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે એક નાની ટ્રકમાં ડાંગરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુર કાઈમ બ્રાન્ચે રંગપુર નાકા પાસે સધન નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.
દરમિયાન ટ્રક આવતા તેને રોકી અને ટ્રક ચાલકની સદન પુછપરછ હાથ ધરવામાં આવતા ટ્રકની અંદર ભરેલા ડાંગરના કટ્ટા હટાવીને જોતા ડાંગરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટી વિદેશી દારૂના ખોખા જોવા મળી આવ્યા હતા. પોલીસે તમામ દારૂના જથ્થાની સાથે કુલ 20,83,050નો મુદામાલને કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છોટાઉદેપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
