<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વલસાડમાં ITનું મેગા સર્ચ : જાણીતા બિલ્ડર દીપેશ ભાનુશાળીને સામે તપાસનો ધમધમાટ : ૫૪૪ કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા

દીપેશ ભાનુશાળીને ત્યાંથી ૧૦૦ કરોડના દસ્તાવેજો મળ્યા છે : દીપેશના ભાગીદાર જગદીશ શેઠિયાના ત્યાંથી પણ ૧૦૦ કરોડના બેનામી વ્યહારો મળ્યાની વિગતો

મુંબઇ, તા.૧૮: વલસાડમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૫૪૪ કરોડોના બેનામી વ્યવહારો ઝડપાયા છે. વાપી ,વલસાડ અને સુરતની ૧૬ ટિમો સર્ચમાં જોડાઈ હતી. અત્રે જણાવીએ કે, વલસાડના જાણીતા બિલ્ડર દીપેશ ભાનુશાળી રેડનું કેન્દ્ર બિંદુ છે.

દીપેશ ભાનુશાળીને ત્યાંથી ૧૦૦ કરોડના દસ્તાવેજો મળ્યા છે. દીપેશના ભાગીદાર જગદીશ શેઠિયાના ત્યાંથી પણ ૧૦૦ કરોડના બેનામી વ્યહારો મળ્યાની વિગતો છે. બિપિન બિલ્ડરને ત્યાંથી ૫૦ કરોડ અને રાજેશ રાઠોડને ત્યાંથી ૪૦ કરોડના દસ્તાવેજો જપ્ત કરાયા છે. એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસ માંથી પણ ૨૦૦ કરોડના વ્યહારો મળ્યા છે તો રાકેશ જૈનના ત્યાંથી ૪ કરોડ તેમજ ઘોડાદરાને ત્યાંથી ૨૦ કરોડના વ્યવહારો મળ્યા છે.

દીપસિંહ ઠાકોરની ઓફિસમાંથી ૨૦ કરોડના વ્યહાર મળ્યા છે. વકીલની ઓફિસમાંથી મળેલા વ્યાહારો અન્ય બિલ્ડરોના હોવાના આશંકા સેવાઈ રહી છે. વાપીના આર્કિટેકટ મનીષ શાહના ૪ લોકરમાંથી ૨.૨૫ કરોડનું સોનુ તેમજ ૧૭.૫ લાખ રોકડ મળ્યા છે. સમગ્ર તપાસ બાદ કેટલી કરચોરી છે તે બહાર આવશે. તપાસ ટીમે વલસાડ અને વાપીમાં અગ્રણી બિલ્ડરો, જમીન વિકાસકર્તાઓ, વકીલો અને આર્કિટેકટ્સને ત્યાં દરોડા પાડ્યા હતાં.

વાપી તપાસ ટીમના વડા આર.પી. મીણાના નેતૃત્વમાં કાર્યવાહીનો દોર ચાલી રહયો છે. દીપેશભાઈ ભાનુસાલી અને તેમના ભાઈ હિતેશભાઈ ભાનુસાલી તેમજ તેમના ભાગીદાર જગદીશ સેઠિયાના ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગની ટીમોએ આ વ્યકિતઓની ઓફિસો અને રહેઠાણો તેમજ તેમના ખાતાના ચોપડા, વ્યવસાયિક રેકોર્ડ અને વ્યકિતગત મિલકતોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(10:20 AM IST)