News of Tuesday, 18th February 2025
મહિલાએ બ્રેકઅપનો ભયંકર બદલો લીધોઃ બોયફ્રેન્ડના નામ પર ૧૦૦ પિત્ઝા ઓનલાઈન ઓર્ડર કર્યાઃ એ પણ કેશ ઓન ડિલીવરી
૨૪ વર્ષની આયુષી રાવતે પિઝાનો એક મોટો ઓર્ડર આપીને સીઓડીનો વિકલ્પ પસંદ કર્યો અને એક્સ યશ સાંધવી સાથે બદલો લેવાનો નિર્ણય લીધો

ગુરુગ્રામ તા.૧૮: ગુરુગ્રામની એક મહિલાએ પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે અનોખી રીત શોધી કાઢી હતી. જેને જોઈને ઈન્ટરનેટ પણ ચોંકી ગયું. આખી દુનિયા જ્યાં ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે મનાવી રહી હતી, ત્યારે આ મહિલાએ પોતાના એક્સ બોયફ્રેન્ડને ૧૦૦ પિઝા મોકલી દીધા. એ પણ કેશ ઓન ડિલિવરી પર.
ગુરુગ્રામના સેક્ટર ૫૩માં થયેલી આ ઘટના વાયરલ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, ૨૪ વર્ષની આયુષી રાવતે પિઝાનો એક મોટો ઓર્ડર આપીને સીઓડીનો વિકલ્પ પસંદ કર્યો અને એક્સ યશ સાંધવી સાથે બદલો લેવાનો નિર્ણય લીધો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મેજિકપિનના એક ડિલિવરી એક્ઝિકયુટિવ પિઝા બોક્સમાં ઢગલા સાથે દરવાજા પર પહોંચે છે.
વીડિયો ખતમ થતાં જોઈ શકાય છે કે, તે ડિલિવરી બોય દરવાજાની ઘંટી વગાડે છે. જોકે કોઈ પણ દરવાજો ખોલવા બહાર નથી આવતું. આ વીડિયો પોસ્ટ કરનારા અકાઉન્ટ ટાઈમ્સ અલજીબ્રાએ વીડિયો પર લખ્યું છે કે, ગુડગાંવની ૨૪ વર્ષીય આયુષી રાવતે વેલેન્ટાઈન ડે પર પોતાના પૂર્વ પ્રેમીના ઘર પર ૧૦૦ કેશ ઓન ડિલિવરી પિઝા મોકલી દીધા. સેક્ટર ૫૩ના રહેવાસી યશ સાંધવીની ડિલિવરીવાળા સાથે બોલાચાલી થઈ ગઈ.
આ લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયો પર એક્સમાં ૧૧ લાખથી વધારે વખત જોવાઈ ચૂકયો છે. એક તરફ લોકો આ વીડિયો પર હસી રહ્યા છે, તો અમુક લોકો છોકરીના આ પ્રકારના કાંડથી નારાજ પણ થઈ રહ્યા છે
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
