News of Tuesday, 18th February 2025
કાલથી વિધાનસભા સત્રઃ ગુરૂવારે બજેટઃ કોંગ્રેસ આક્રમક
ખ્યાતિ હોસ્પિટલ, અમરેલીનો લેટરકાંડ, નકલી પનીર ફેકટરી, રાજકોટનો અગ્નિકાંડ, કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ વગેરે મુદે ગૃહ ગાજવાના એંધાણ

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે તા. ૧૯ બુધવારે પ્રારંભ થઇ રહ્યો છે. સત્ર માર્ચ ઉતરાર્ધ સુધી ચાલશે. પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવ અને રાજયપાલનું પ્રવચન થશે. બજેટ સત્રની રણનીતિ ઘડવા બન્ને પક્ષો કોંગ્રેસ-ભાજપે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સત્રના બીજા દિવસે ગુરૂવારે બપોરે રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. કોંગી ધારાસભ્યોએ અમરેલીના લેટરકાંડ, રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની ફાઇલો, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું પ્રકરણ, નકલી પનીર ફેકટરી વગેરે બાબતે પ્રશ્નને પૂછયા છે. આ મુદ્્ે વિધાનસભા ગાજે તેવા એંધાણ છે. ભાજપના ધારાસભ્યોએ વિકાસ કામોને લગતા પ્રશ્નો પૂછયા છે. ગૃહમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વગેરેના સભ્યો ચૂંટાયેલા છે. વિધાનસભા ભવન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિધાનસભાની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ નીચે મુજબના બિનસહકારી વિધેયકો રજૂ થયાનું જાણવા મળેલ છે.
ધારાસભ્ય અમીત શાહનું સને ર૦ર૩ નું વિધેયક ક્રમાંક ૯-સન ર૦ર૩ નું ગુજરાત પાણી પ્રદુષણ (નિવારણ અને નદીઓનું શુધ્ધિકરણ) વિધેયક.
સભ્ય પુનમચંદ બરંડાનું સન ર૦ર૩ નું વિધેયક ક્રમાંક-૮ સન ર૦ર૩ નું ગુજરાત જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવા બાબત વિધેયક.
સભ્યશ્રી ઇમરાન ખેડાવાલાનું સન ર૦ર૩ નું ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક,
સભ્યશ્રી ઇમરાન ખેડાવાલાનું સન ર૦ર૩ નું વિધેયક ક્રમાંક પ સન ર૦ર૩ નું ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ (રદ કરવા) બાબત વિધેયક.
સભ્યશ્રી ઇમરાન ખેડાવાલાનું સન ર૦ર૩ નું વિધેયક ક્રમાંક ૧૩ સન -ર૦ર૩ નું વિધેયક ક્રમાંક ૧૩ સન ર૦ર૩ નું ગુજરાત બેરોજગારોને બેરોજગારી ભથ્થું ચૂકવવા બાબત વિધેયક.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
