<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

૨૦૦૦થી વધારે નિષ્‍ફળ બ્‍લાઇન્‍ડ ડેટ્‍સનો અનુભવ ધરાવતા જેપનીઝ પુરૂષે શરૂ કરી ફ્રી ડેટિંગ એજન્‍સી

 

ટોકયો,તા.૧૮: જપાનમાં ૪૪ વર્ષના સાયન્‍સ ગ્રેજ્‍યુએટ યોશીઓ નામના પુરુષે ૮ વર્ષ પહેલાં જીવનસાથી શોધવાની શરૂઆત કરી અને અનેક મેચમેકિંગ એજન્‍સીમાં નામ લખાવ્‍યું, પણ આ વર્ષો દરમ્‍યાન તેણે ૨૦૦૦ નિષ્‍ફળ ડેટ્‍સ અને અસ્‍વીકળતિનો સામનો કરવો પડયો. યોશીઓ તેનાં મમ્‍મી-પપ્‍પાનો એકનો એક દીકરો છે અને તે મમ્‍મી-પપ્‍પાની સાથે રહે છે. તેની વાર્ષિક આવક ૧૯ લાખ રૂપિયા છે અને બહુ સાદી તેની જીવનશૈલી છે અને આ બધાં કારણસર તેને રિજેક્‍શન મળતું ગયું હતું. કોઈ યુવતી તેની કાર નાની છે એટલે અને કોઈ તેનો મમ્‍મી સાથેનો ફોટો જોઈને તેને બ્‍લોક કરી દેતી. યોશીઓએ ડેટ્‍સ પર જવાનું તો ચાલુ જ રાખ્‍યું અને અંતે તેની ધીરજ ફળી અને તેને સમજી શકે તેવી પાર્ટનર મળી જતાં તેણે લગ્ન કરી લીધાં હતાં અને અત્‍યારે તેમને એક બાળક પણ છે.

યોશીઓ જણાવે છે કે આ બધાં રિજેક્‍શન દિલ તોડનારાં હતાં પણ દરેક અનુભવમાંથી હું કંઈક ને કંઈક શીખ્‍યો છું અને મારા અનુભવના આધારે જ જેને લાઇફ-પાર્ટનર શોધવામાં તકલીફ પડી રહી હોય તેમને ઑનલાઇન મૅચમેકિંગ વિશે સમજણ આપવા, કઈ રીતે વાતચીત કરવી એ સમજાવવા, પોતાને વધુ સારી રીતે રજૂ કરવા અને રિલેશનશિપ સારી રીતે આગળ વધારવા શું કરવું એ વિશે ફ્રી સલાહ આપવા મેં યોશીઓ મેરેજ લેબોરેટરી શરૂ કરી છે.

(11:52 AM IST)