News of Tuesday, 18th February 2025
રેકોર્ડ બ્રેક ઉંચાઇથી ૧૦૦૦૦ પોઇન્ટ તુટયો સેન્સેકસ : હજુ કેટલો તુટશે ?

મુંબઇ : શેરબજાર માટે ‘‘બુરે દિન'' ચાલી રહ્યો છે. ટ્રમ્પ ઇફેકટને કારણે બજારમાં માતમ છવાયો છે. સેન્સેકસ તેની સર્વોચ્ચ સપાટીથી ૧૦,૦૦૦ પોઇન્ટ તુટયો છે : તા. ર૭ સપ્ટે. ર૦ર૪ ના રોજ સેન્સેકસ રેકોર્ડ હાઇ ૮પ૯૭૮ ઉપર હતો જે ૧૪ ફેબ્રુઆરી ર૦રપ ના રોજ ઘટીને ૭પ૯૩૯ ઉપર બંધ થયો હતો એટલે ૧૦૦૦૦ પોઇન્ટ તુટયો છે અને પીકથી તે ૧૧ ટકા તુટયો છે. આજે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૭પ૯૮૩ તો નીફટી રર૯પ૦ ઉપર છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
