<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

રામ મંદિર ઉપર ડ્રોન ઉડતું હતું : સુરક્ષા દળોએ તોડી પાડયું

રામ જન્‍મભૂમિ પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા વ્‍યકિત વિરૂધ્‍ધ કેસ નોંધવામાં આવ્‍યો

અયોધ્‍યા, તા.૧૮: આ દિવસોમાં, રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં લોકો અયોધ્‍યા પહોંચી રહયા છે. આ સમય દરમિયાન, ત્‍યાં સુરક્ષા એક મોટો મુદ્દો છે. ત્‍યાં મોટી સંખ્‍યામાં પોલીસ દળો અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્‍યા છે. દરમિયાન, સોમવારે સાંજે, રામ મંદિર સંકુલ ઉપર એક ડ્રોન ઉડતું આવ્‍યું. પરંતુ સુરક્ષા દળોએ સતર્કતા દાખવી અને તેને તોડી પાડયું હકીકતમાં, આ ડ્રોન રામ મંદિરના ગેટ નંબર ૩ પર એવા સમયે પહોંચ્‍યું જ્‍યારે ત્‍યાં ભક્‍તોની ભારે ભીડ હતી.

સોમવારે સાંજે, ડ્રોન અચાનક ભીડ વચ્‍ચે પડી ગયું. આ ઘટનાએ ત્‍યાં હંગામો મચાવી દીધો. પરંતુ ત્‍યાં હાજર પોલીસે તરત જ આ ડ્રોનનો કબજો લઈ લીધો. આ પછી બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ દ્વારા ડ્રોન કેમેરાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. જોકે, કંઈ શંકાસ્‍પદ મળ્‍યું નથી. એવું માનવામાં આવે છે કે આ ડ્રોન કોઈ લગ્નમાં ઉડાડવામાં આવી રહ્‍યું હતું. તમને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ એન્‍ટી-ડ્રોન સિસ્‍ટમની મદદથી આ ડ્રોનને તોડી પાડયું હતું.

આઈજી પ્રવીણ કુમારના જણાવ્‍યા અનુસાર, અયોધ્‍યામાં બે દિવસ પહેલા જ એન્‍ટી-ડ્રોન સિસ્‍ટમ લાગુ કરવામાં આવી છે. સોમવારે તેની ટ્રાયલ શરૂ થઈ. ડ્રોનને ક્‍યાં અને કયા ખૂણાથી છોડવું જોઈએ તેનું હોમવર્ક હાલમાં ચાલી રહ્‍યું છે. આ દરમિયાન, મંદિર પરિસર ઉપર ઉડતું ડ્રોન પકડી લેવામાં આવ્‍યું અને તેને ગોળી મારી દેવામાં આવી. વાસ્‍તવમાં, રામ મંદિરની અંદર અને બહાર ભક્‍તોની ભારે ભીડ છે, તેથી ડ્રોન વિરોધી સિસ્‍ટમ લાગુ કરવામાં આવી છે. આ એન્‍ટ્રી ડ્રોન સિસ્‍ટમની ખાસિયત એ છે કે તે અઢી કિલોમીટરની ત્રિજ્‍યામાં ઉડતા કોઈપણ ડ્રોનને પોતાની તરફ ખેંચી શકે છે.

રામ મંદિર ઉપર ડ્રોન કોણે ઉડાડયું?

 પોલીસ હવે રામલલા દર્શન માર્ગ પર ડ્રોન કેમેરા ઉડાવનાર વ્‍યક્‍તિને શોધી રહી છે. રામ જન્‍મભૂમિ પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા વ્‍યક્‍તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો છે. આ ઘટના બાદ ગુપ્‍તચર એજન્‍સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

અયોધ્‍યામાં ભારે ભીડ, ડ્રોનને કારણે ગભરાટ : તમને જણાવી દઈએ કે મહાકુંભના કારણે આ દિવસોમાં અયોધ્‍યામાં ભારે ભીડ પહોંચી રહી છે. પ્રયાગરાજ આવતા ભક્‍તો રામલલાના દર્શન કરવા પહોંચી રહ્‍યા છે. ભક્‍તોની લાંબી કતાર વચ્‍ચે કોઈએ ત્‍યાં ડ્રોન છોડયું. એવું માનવામાં આવે છે કે આ કળત્‍ય ત્‍યાં નાસભાગ મચાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. જોકે, પોલીસે સમયસર પરિસ્‍થિતિ પર કાબુ મેળવ્‍યો અને મોટી દુર્ઘટના ટળી ગઈ. પોલીસ હવે આ મામલાની બારીકાઈથી તપાસ કરી રહી છે.

ડ્રોન વિરોધી સિસ્‍ટમ સક્રિય

ડ્રોન વિરોધી સિસ્‍ટમના કારણે, મંદિર પરિસર ઉપર ઉડતા ડ્રોનને તોડી પાડવાનું શક્‍ય બન્‍યું. આવી પ્રવૃત્તિઓને તાત્‍કાલિક શોધી શકાય અને તેને નિષ્‍ફળ બનાવી શકાય તે માટે ડ્રોન વિરોધી સિસ્‍ટમ આ જ કારણોસર લાગુ કરવામાં આવી છે. જોકે, શૂટ કરાયેલા ડ્રોનમાં કંઈ શંકાસ્‍પદ મળ્‍યું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે

(3:40 PM IST)