<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

મહાકુંભમાં તરછોડી ગયા હોવા છતાં પુત્રો સામે માતાને કોઈ ફરિયાદ નથી

 

પ્રયાગરાજ, તા.૧૮:  પ્રયાગરાજમાં ૮૦ વર્ષનાં રેખા દ્વિવેદીને તેમના પુત્રો મહાકુંભમાં છોડીને ફરાર થઈ ગયા છે. એક પત્રકાર દ્વારા વાઇરલ કરવામાં આવેલા વિડિયોમાં ઑનલાઇન આક્રોશ અને ભાવનાત્‍મક પ્રતિક્રિયાનું એક વૈચારિક મંથન શરૂ થયું છે.

મહિલાને ચાર દીકરા છે, જેમાં એક હાઈ કોર્ટમાં વકીલ અને એક લેક્‍ચરર છે. બે દીકરા ખાનગી કંપનીમાં સારી પોસ્‍ટ પર નોકરી કરી રહ્યા છે. એમ છતાં તમામ પુત્રો તેમને તરછોડીને ફરાર થઈ ગયા છે. જ્‍યારે લૉસ્‍ટ ઍન્‍ડ ફાઉન્‍ડ સેન્‍ટરના માધ્‍યમથી તેમના પુત્રોનો સંપર્ક કરવામાં આવ્‍યો તો તેમણે મિહલાને સ્‍વીકારવાનો કે ઓળખવાનો જ ઇનકાર કરી દીધો હતો. એક પુત્રએ તો એવું જણાવ્‍યું કે અમારે તેમની સાથે કોઈ જ સંબંધ નથી.

એક તરફ કોઈક માતા-પિતાને કાવડમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે તો કોઈક માથે દેવું કરીને કે ઉછીના પૈસા લઈને પણ માતા-પિતાને મહાકુંભની યાત્રાએ લઈને આવી રહ્યા છે, જ્‍યારે બીજી તરફ આવાં સંપન્ન સંતાનો છે જે કુંભમાં માતા-પિતાને માત્ર તરછોડવા માટે જ લાવે છે. જોકે મા તો મા હોય છે, કારણ કે વળદ્ધ અસહાય હોવા છતાં તે પોતાનાં સંતાનોને દોષ આપવાનું ટાળે છે. તે જણાવે છે કે મારાં સંતાનો બેકાર નથી, બસ અસહાય છે. એ આશામાં કે તેને કયારેક તેનાં સંતાનો લેવા આવશે

(4:43 PM IST)