<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

સાઉદી અરેબિયામાંએ ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી

પયગંબર સાહેબના દેશમાં શું થઈ રહ્યું છે? મક્કા શહેરમાં ભારે પવન અને પૂરની આગાહી વરસાદ રિયાધ, કરા, મક્કા, મદીના વિસ્‍તારોને અસર કરશેઃ ભારે પવન અને કરા પડવાની શકયતાઃ નાગરિકોને સાવધ રહેવા અને આદેશોનું પાલન કરવાની સલાહ

રિયાધ, તા.૧૮: ફરી એકવાર સાઉદી અરેબિયાના હવામાનમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પૂર જેવી સ્‍થિતિ સર્જાઈ છે. ખરાબ હવામાનનો આ સમયગાળો ગુરુવાર, ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, ઘણા વિસ્‍તારોમાં લોકોને ભારે વરસાદની સાથે ભારે પવન અને કરા પડવાનો સામનો કરવો પડશે. સાઉદીના રાષ્‍ટ્રીય હવામાનશાષા કેન્‍દ્ર એ આ માહિતી આપતા એક ચેતવણી જારી કરી છે. પયગંબર મુહમ્‍મદ સાથે સંકળાયેલા મુસ્‍લિમ પવિત્ર શહેરો મક્કા અને મદીનામાં પણ ભારે પવન, કરા અને પૂરની અપેક્ષા છે.

ગલ્‍ફ ન્‍યૂઝના અહેવાલ મુજબ, સાઉદી હવામાન વિભાગે કહ્યું છે કે રાજધાની રિયાધ, હેઇલ, અલ કાસિમ, પૂર્વી પ્રાંત, ઉત્તરી સરહદ, મક્કા અને મદીના સહિત ઘણા વિસ્‍તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે. તૈફ, મૈસન, અધમ, અલ અરદિયાત, અલ મુવૈહ, ખુર્મા, રાનિયાહ, તુરુબા, બહરા, અલ જુમુમ, ખુલેસ અને અલ કામિલ જેવા વિસ્‍તારો પણ પ્રભાવિત થશે. સાઉદી અરેબિયામાં ભારે વરસાદ અને હિમવર્ષાની પણ અપેક્ષા છે, જેના કારણે તાપમાનમાં અચાનક ઘટાડો થઈ શકે છે.

સાઉદી અરેબિયાના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે તોફાન પણ આવી શકે છે. NCM એ જેદ્દાહ, શુઆઈબા અને અલ લીથમાં ૪૦-૪૯ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરી છે. આનાથી દૃશ્‍યતા ઘટી શકે છે અને દરિયામાં તોફાન આવી શકે છે, જે દરિયાઈ ટ્રાફિકને અસર કરી શકે છે. ફઘ્‍પ્‍ એ લોકોને નવીનતમ હવામાન માહિતીથી પોતાને અપડેટ રાખવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા, હવામાન વિશે ચોક્કસ જાણો.

હવામાન વિભાગે કેટલાક વિસ્‍તારો માટે ખાસ ચેતવણી પણ જારી કરી છે. NCM એ નાગરિકોને સાવચેતી રાખવા, પૂરગ્રસ્‍ત વિસ્‍તારોથી દૂર રહેવા અને સલામતી સુનિશ્‍ચિત કરવા માટે સત્તાવારસ્ત્રોતો પાસેથી માહિતી મેળવતા રહેવા વિનંતી કરી છે. લોકોને નીચાણવાળા વિસ્‍તારોમાં જવાનું ટાળવા કહેવામાં આવ્‍યું છે. સાઉદી અરેબિયામાં હવામાનની અસર લોકોના જીવન પર પણ પડી છે.

સાઉદી અરેબિયામાં વરસાદને કારણે ટ્રાફિક અને રોજિંદા જીવન પર અસર પડી છે. વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ શકે છે. સાઉદી આબોહવા સામાન્‍ય રીતે ઓછા વરસાદ માટે જાણીતું છે. જોકે, તાજેતરના ભૂતકાળમાં, સાઉદી વારંવાર ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે. આને હવામાન પરિવર્તનને કારણે બદલાતા હવામાનની અસર માનવામાં આવી રહી છે. તે જ સમયે, કેટલાક લોકો તેને પયગંબર સાહેબની ભવિષ્‍યવાણી સાથે પણ જોડે છે કે કયામત પહેલા સાઉદી અરેબિયામાં હરિયાળી ફેલાશે.

(4:13 PM IST)