<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડરિંગ કેસમાં કરાશે કાર્યવાહી: રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળી ગઈ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી હાથ ધરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી

 

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી જરૂરી મંજૂરી મળી ગઈ છે.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી હાથ ધરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. ED આ મામલે તપાસ કરી રહી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 218 હેઠળ સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે પૂરતા પુરાવાના આધારે, રાષ્ટ્રપતિ પાસે મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી

 

(7:00 PM IST)