<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

દેશનું દિલ દિલ્હી ગાદી ઉપર પુર્વાચલની પસંદગી થશે?

આગામી બિહાર ચુંટણી અનુલક્ષીને લક્ષ્મી નગરના ધારાસભ્ય અભય વર્મા બની શકે છે દિલ્હીના મુખ્યમંત્રી?

રાષ્ટ્રની રાજધાની દેશનું દિલ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવ્યા બાદ આવતીકાલે 19 ફેબ્રુઆરીના વિધાનસભાના સભ્યોની બેઠક મળવાની છે અને પછીના દિવસે સપથ ગહણ સંભારભ યોજાઈ એવી શક્યતા વચ્ચે નવા મુખ્ય તરીકે પુર્વાચલના ચહેરાની પસંદગી મુખ્યમંત્રીના પદ માટે થવાની સંભાવના સેવાઈ રહી છે જેમાં ખાસ કરીને અભય વર્મા લક્ષ્મી નગરના એમ એલ એ ની જાહેરાત થવાની ચર્ચા ચાલી રહી છે


અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વર્ષેમાં બિહારમાં ચૂંટણી યોજાવાની છે તદુપરાંત દિલ્હી ચુનાવમાં પુર્વાચલના મતોથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત ફાયદો થયાના પ્રાથમિક તારણો પણ સામે આવ્યા છે જેને પગલે દિલ્હી દરબાર પુર્વાચલની પસંદગી તરફ આગળી કરે એમાં કોઈ અતિશયોક્તિ નથી.


 

(7:45 PM IST)