News of Tuesday, 18th February 2025
આઠમા પગારપંચ સાથે કેન્દ્રીય કર્મચારીઓને મળશે વધુ એક ખુશખબરી : પગારમાં આવશે મોટો વધારો
માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થઈ શકે

નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવવાનો છે કારણ કે વર્ષ 2026માં આઠમું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે. ઘણા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની માંગ કરી રહ્યા હતા અને હવે સરકારે તેમને સારા સમાચાર આપ્યા છે. આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026ના રોજથી અમલી થવાની ધારણા છે.
સૂત્રો મુજબ માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થઈ શકે છે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે અને વર્ષનું પ્રથમ મોંઘવારી ભથ્થું આ વર્ષે માર્ચમાં લાગુ થઈ શકે છે.
મોંઘવારી ભથ્થું જાન્યુઆરીથી જૂન વચ્ચે લાગુ કરવામાં આવે છે અને તે આ વર્ષે માર્ચમાં લાગુ થઈ શકે છે. હાલમાં સરકાર આના પર કામ કરી રહી છે. મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે.
આઠમું પગાર પંચ 2026માં લાગુ થઈ શકે છે. સરકાર ટૂંક સમયમાં આ માટે એક કમિશનની રચના કરશે જે પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે અને રિપોર્ટ સરકાર સુધી પહોંચતા જ આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે. આઠમા પગાર પંચના અમલ બાદ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે. પટાવાળાથી IAS સુધીનો પગાર વધશે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
