News of Tuesday, 18th February 2025
ફાલ્ગુન ફેરી નિમિત્તે 12 માર્ચથી પાલીતાણાથી બાંદ્રા માટે વિશેષ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે : જાણો શેડ્યુલ
ટ્રેન નંબર 09093 અને 09094નું બુકિંગ 19 ફેબ્રુઆરીને બુધવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

મુંબઈ :મુસાફરોની સુવિધા અને ફાલ્ગુન ફેરી નિમિત્તે પાલીતાણામાં થનાર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પાલીતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ
બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા માટે ચાલવાવાળી બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09093) બાંદ્રા ટર્મિનસથી 10 માર્ચ, 2025ને સોમવારે સાંજે 5:30 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સવારે 6:30 કલાકે પાલીતાણા પહોંચશે.
એવી જ રીતે વળતી વખતે પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે ચાલવા વાળી પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09094) પાલીતાણાથી 12 માર્ચ, 2025ને બુધવારના રોજ સાંજે 5:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા અને સિહોર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને એસી ચેર કાર કોચ હશે.
ટ્રેન નંબર 09093 અને 09094નું બુકિંગ આવતીકાલથી એટલે કે 19 ફેબ્રુઆરી, 2025ને બુધવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
