<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

મહાકુંભને મૃત્યુકુંભ" કહી મમતાએ વિવાદનો જબરો મધપુડો છંછેડ્યો: પવન કલ્યાણે ઝાટકણી કાઢી

મમતા બેનર્જીએ કહ્યું કે મહાકુંભ "મૃત્યુ કુંભ"માં ફેરવાઈ ગયો છે, મિસ મેનેજમેન્ટને લીધે સેફટી જોખમમાં મુકાયેલ છે" તેમના આ વિધાનોએ જબ્બર રાજકીય દાવાનળ સર્જ્યો છે.

આંધ્રના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે "મને લાગે છે કે સનાતન ધર્મ પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે, તેઓ બીજા કોઈ ધર્મની આવી કક્ષાથી ટીકાઓ કરી શકવા શક્તિમાન નથી."

સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને ડેપ્યુટી સીએમ શ્રી પવન કલ્યાણે વધુમાં કહ્યું કે "તેમને ખ્યાલ નથી કે તેઓ કરોડો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે."

(10:33 PM IST)