News of Tuesday, 18th February 2025
ગુજરાતે ફરી એકવાર બતાવ્યું છે કે તેમને ફક્ત મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ છે: અમિતભાઇ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે સંસદથી લઈને પંચાયત સુધી, લોકોને ફક્ત મોદીજીમાં જ વિશ્વાસ છે.

નવી દિલ્હી : ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થયો છે, આ જીત બદલ પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી સહિતનાએ જનતાનો આભાર માનવા સાથે કર્યકારોને અભિનંદન પાઠવ્યા છે
ભાજપના કેન્દ્રીય નેતૃત્વે પણ ભાજપના વિજયના વધામણાં કર્યા છે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ ફક્ત અતૂટ નથી, પણ તે સતત મજબૂત થઈ રહ્યો છે! તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે સંસદથી લઈને પંચાયત સુધી, લોકોને ફક્ત મોદીજીમાં જ વિશ્વાસ છે. ગુજરાત મ્યુનિસિપલ બોડીની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય આપીને, ગુજરાતના લોકોએ ફરી એકવાર બતાવ્યું છે કે તેમને ફક્ત મોદીજીની ગેરંટીમાં જ વિશ્વાસ છે. આ જીત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ અને જનતાના વિશ્વાસનો વિજય છે
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
