News of Tuesday, 18th February 2025
મહાકુંભ માટે કટોકટી યોજના અમલમાં: યાત્રાળુઓ ૧૨ કિમી ચાલીને જશે; હેરાન પરેશાન: વૃદ્ધો અને મહિલાઓ રસ્તા ઉપર સતત મદદ માંગતી રહી: વધતા ટ્રાફિકને પહોંચી વળવા ગંગાપથનો ઉપયોગ શરૂ કરાયો

મહાકુંભ માટે કટોકટી યોજના અમલમાં, યાત્રાળુઓ ૧૨ કિમી ચાલીને જશે; મુસાફરોને ૧૨ કિલોમીટર ચાલવામાં ભારે તકલીફ પડી: વાહનો ચાલુ ન હોવાથી વૃદ્ધો અને મહિલાઓ રસ્તા ઉપર સતત મદદ માંગતી રહી: ગંગા પથ ઉપરથી પણ ભીડને હટાવવામાં આવી: મહાકુંભના વધતા મુસાફરોના દબાણને પહોંચી વળવા માટે, વહીવટીતંત્રે ગંગા પથનો ઉપયોગ શરૂ કર્યો છે.
ભક્તોને નાગવાસુકી ઢાળથી તેલીયારગંજ થઈને ફાફામાઉ મોકલવામાં આવ્યા હતા, જેના કારણે ભારે ભીડ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ફાફમૌ ખાતે પીપા બ્રિજ પણ ઓવરલોડ હતો, જેના કારણે વાહનો પ્રવેશી શકતા ન હતા. હવે ફાફામાઉ રેલ્વે સ્ટેશનથી ૨૮ ફેબ્રુઆરી સુધી ૧૪ વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
