News of Wednesday, 19th February 2025
ભારત પાસે ઘણા પૈસા છેઃ તેને મદદ શા માટે?
ભારતીય ચૂંટણી પ્રક્રિયાને બહેતર અને વધુ પ્રભાવશાળી બનાવવા માટે બાઈડન સરકારે ૨૧ મિલિયન ડોલરનું ફંડીંગ મંજુર કર્યુ હતું: જે હવે રદ થયું છેઃ ફંડીંગ રદ કરવા બાબતે ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવીઃ ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ઉઘરાવે છેઃ મોદી પ્રત્યે આદર પણ ફંડ શા માટે આપવું?

વોશીંગ્ટન, તા.૧૯: યુએસ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી એ ભારતમાં વોટર ટર્નઆઉટ માટે ફાળવવામાં આવેલ ઼૨૧ મિલિયનનું ભંડોળ રદ કર્યું. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે, અને ત્યાં કર દર પણ ખૂબ ઊંચા છે, તેથી ભારતને આવી નાણાકીય સહાયની જરૂર નથી.ટ્રમ્પે આ ભંડોળ વિશે કહ્યું, આપણે ભારતને ૨૧ મિલિયન ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર ચૂકવતા દેશોમાંનો એક છે. આપણે ત્યાં વ્યવસાય કરવા માટે ભાગ્યે જ પ્રવેશી શકીએ છીએ કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. મને ભારત અને તેમના વડા પ્રધાન પ્રત્યે ખૂબ માન છે, પરંતુ મતદારોના મતદાન માટે ૨૧ મિલિયન ડોલર આપવા એ સમજણ બહાર છે.
૧૬ ફેબ્રુઆરીના રોજ, DOGE એ એક પોસ્ટમાં જાહેરાત કરી કે તેઓ યુએસ કરદાતાઓના નાણાંથી ભંડોળ પૂરું પાડવામાં આવતા કેટલાક પ્રોજેક્ટ્સને રદ કરી રહ્યા છે. તેમાં ભારતમાં મતદાન વધારવા માટે ૨૧ મિલિયનના ભંડોળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. DOGE ના વડા એલોન મસ્કે માહિતી આપી કે આ ભંડોળ રદ કરવામાં આવ્યું છે.
DOGE ની ટ્વિટર પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુએસ કરદાતાઓના નાણાંનો ઉપયોગ કરીને ઘણી અન્ય ભંડોળ યોજનાઓ રદ કરવામાં આવી છે. આમાં ભારતમાં મતદાન વધારવા માટે ફાળવવામાં આવેલા ઼૨૧ મિલિયનના ભંડોળનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે ૨૦ મિલિયન ડોલરના યુએસ ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આપણે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત અને તેના વડા પ્રધાન પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે ૨૦ મિલિયન ડોલર શા માટે ચૂકવવા?
તમને જણાવી દઈએ કે ૧૬ ફેબ્રુઆરીએ, એલોન મસ્કના નેતળત્વ હેઠળના DOGE એ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGEએ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ ૨૦ મિલિયનના કાર્યક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
એ વાત જાણીતી છે કે ટ્રમ્પે ભારતના વધેલા ટેરિફ અંગે ઘણી વખત નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે.
હવે ચાલો સમજીએ કે DOGE શું છે? અને ટ્રમ્પના નવા વિભાગનું નામ કયાંથી આવ્યું? વાસ્તવમાં ડોગેકોઈન એક લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે અને તે ૨૦૧૩ માં બનાવવામાં આવી હતી. ડોગેકોઈન ૨૦૧૩ માં બિલી માર્કસ અને જેક્સન પામર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં શિબા ઇનુ કૂતરાનો ફોટો છે.
રસપ્રદ વાત એ છે કે ડોગેકોઈન બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ક્રિપ્ટોકરન્સી વર્ષ ૨૦૨૧ માં ચર્ચામાં આવી. તેના ચર્ચામાં આવવાનું કારણ પણ એલોન મસ્ક હતા.
તેમણે આ ચલણ વિશે ટ્વિટ કરવાનું શરૂ કર્યું અને લોકોએ તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ડોગેકોઈનના લોગોને ડોગે કહેવામાં આવે છે. તેના મીમ્સ વાયરલ થયા પછી, ક્રિપ્ટોકરન્સી સમુદાયના લોકોએ તેમાં રસ દાખવવાનું શરૂ કર્યું.
આ ભંડોળ રદ કર્યા પછી, ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, મતદાતા મતદાન માટે ૨૧ મિલિયન ડોલર? આ સ્પષ્ટપણે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બહારની દખલગીરી છે. આનો ફાયદો કોને થશે? ચોક્કસપણે શાસક પક્ષને નહીં! (રર.૨)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
