<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

કેરળમાં ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્‍ડ પર દુર્ઘટના : આતીશબાજીના કારણે ૨૫થી 6 લોકો દાઝયા

ઉપરની તરફ છોડવામાં આવેલ ફટાકડા ખોટી દિશામાં પડ્‍યા અને પ્રેક્ષકોમાં તણખા ફેલાયા

કોચી, તા.૧૯: કેરળથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્‍યા છે. વાસ્‍તવમાં કેરળના મલપ્‍પુરમના અરીકોડ નજીક થેરાટ્ટમલ ખાતે સેવન્‍સ ફૂટબોલ મેચની ફાઇનલ પહેલા એક મોટો અકસ્‍માત થયો હતો. મેચ શરૂ થાય તે પહેલાં થયેલા ફટાકડામાં ઘણા દર્શકો બળી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફટાકડા ફોડવાથી ઓછામાં ઓછા ૨૫ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

આ અકસ્‍માત ફૂટબોલ ગ્રાઉન્‍ડ પર ત્‍યારે થયો જ્‍યારે યુનાઇટેડ એફસી નેલીકુટ અને કેએમગામવુર વચ્‍ચે મેચ રમવાની હતી. મેચ પહેલા ફટાકડા ફોડવામાં આવ્‍યા હતા. ઉપર તરફ છોડવામાં આવેલો ફટાકડા ખોટી દિશામાં પડ્‍યા અને તેથી પ્રેક્ષકોમાં તણખા ફેલાઈ ગયા. મોટાભાગના તણખા જમીનની નજીક હાજર લોકો પર પડ્‍યા હતા. આ તરફ ઇજાગ્રસ્‍તોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા. એવું કહેવાય છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્શકો વચ્‍ચે ફટાકડા પડતાં આ અકસ્‍માત થયો હતો. પરિસ્‍થિતિ કાબુમાં આવ્‍યા પછી ફાઇનલ મેચ યોજાઈ. આ ઘટનામાં દાઝી ગયેલા લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જોકે મળતકોમાંથી કોઈની પણ હાલત ગંભીર ન હોવાનું જાણવા મળ્‍યું છે. આ ઘટના બાદ ઓથોરિટીએ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે

(10:40 AM IST)