<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

૯ થી ૧૬ વર્ષની છોકરીઓને અપાશે કેન્‍સરની રસી

સરકારે કરી મોટી જાહેરાત

નવી દિલ્‍હી, તા.૧૯: કેન્‍સર એક એવો શબ્‍દ છે કે તેનું નામ સાંભળતા જ લોકોના રૂંવાડા ઊભા થઈ જાય છે. વિશ્વભરમાં દર વર્ષે લાખો લોકો કેન્‍સરને કારણે જીવ ગુમાવે છે. ભારતમાં આ જીવલેણ રોગના આંકડા ઓછા નથી. દર વર્ષે અહીં લાખો લોકો કેન્‍સરનો શિકાર બને છે. દેશમાં કેન્‍સરના વધતા જતા કેસોને જોતા કેન્‍દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે.

મહિલાઓમાં થતા કેન્‍સરને રોકવા માટે એક ખાસ રસી ટૂંક સમયમાં ઉપલબ્‍ધ થશે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય, પરિવાર કલ્‍યાણ અને આયુષ મંત્રી -તાપરાવ જાધવે મંગળવારે એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ રસી આગામી પાંચથી છ મહિનામાં ઉપલબ્‍ધ થશે અને તે ૯ થી ૧૬ વર્ષની છોકરીઓને આપવામાં આવશે.

કેન્‍દ્રીય આરોગ્‍ય રાજ્‍ય મંત્રી પ્રતાપરાવ જાધવના જણાવ્‍યા અનુસાર આ વેક્‍સિન મહિલાઓમાં સૌથી સામાન્‍ય પ્રકારના કેન્‍સર પ્ર સ્‍તન કેન્‍સર, મોઢાનું કેન્‍સર અને સર્વાઇકલ કેન્‍સર સામે રક્ષણ પૂરું પાડશે. તેમણે કહ્યું કે, આ રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને તેનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.

મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે, ભારતમાં કેન્‍સરના દર્દીઓની સંખ્‍યા સતત વધી રહી છે, જેને ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્ર સરકારે ઘણા મહત્‍વપૂર્ણ પગલાં લીધા છે. ૩૦ વર્ષની ઉંમર પછી મહિલાઓ માટે જરૂરી કેન્‍સર સ્‍ક્રીનીંગની વ્‍યવસ્‍થા કરવામાં આવશે, જેથી આ રોગ સમયસર જાણી શકાય અને તેની યોગ્‍ય સારવાર કરી શકાય. આ ઉપરાંત સરકાર ડે-કેર કેન્‍સર સેન્‍ટર શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેથી કેન્‍સરને -ારંભિક તબક્કે શોધી શકાય અને સારવાર શરૂ કરી શકાય.

કેન્‍સરની દવાઓ પર સરકારે આપી રાહતઃ મંત્રીએ એવી પણ જાહેરાત કરી કે, સરકારે કેન્‍સરની સારવારમાં વપરાતી દવાઓ પરની કસ્‍ટમ ડ્‍યુટી નાબૂદ કરી છે. આ સાથે દર્દીઓને સસ્‍તા દરે સારવાર માટેની દવાઓ ઉપલબ્‍ધ થશે. તેમણે કહ્યું કે, દેશમાં પહેલાથી જ અસ્‍તિત્‍વમાં ૧૨,૫૦૦ આયુષ આરોગ્‍ય કેન્‍દ્રોને વધુ મજબૂત બનાવવામાં આવશે, જેથી લોકોને વધુ સારી આરોગ્‍ય સુવિધાઓ મળી શકે. તેમણે એમ પણ કહ્યું કે, આયુષ વિભાગ હેઠળ દેશભરમાં આરોગ્‍ય કેન્‍દ્રોની સંખ્‍યા વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

જો બધું બરાબર રહ્યું તો આ વેક્‍સિન આગામી ૫-૬ મહિનામાં ઉપલબ્‍ધ થઈ જશે. આ પછી આ વેક્‍સિન ૯ થી ૧૬ વર્ષની છોકરીઓને આપવામાં આવશે, જેથી તેઓ ભવિષ્‍યમાં કેન્‍સરથી સુરક્ષિત રહી શકે.

(4:34 PM IST)