<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ગોલ્‍ડમેન સાક્‍સ અને UBSની સોનાનો ભાવ ૩૧૦૦થી ૩૨૦૦ ડોલર થવાની આગાહી

ઓસ્‍ટ્રેલિયાના રેટ-કટ બાદ હવે ન્‍યુ ઝીલેન્‍ડના રેટ-કટના અંદાજથી સોનાની ખરીદીનું આકર્ષણ વધશે

ન્‍યુયોર્ક તા.૧૯: ગોલ્‍ડમેન સાક્‍સ અને યુનાઇટેડ બેન્‍ક ઓફ સ્‍વિટ્‍ઝરલેન્‍ડ (UBS)એ સોનાનો ભાવ ૨૦૨૫ના અંત સુધીમાં ૩૧૦૦થી ૩૨૦૦ ડોલર થવાની આગાહી કરી હતી. ટ્રમ્‍પ દ્વારા ટેરિફવધારાને કારણે ટ્રેડ-વોરના જોખમ સાથે વર્લ્‍ડની અનેક બેન્‍કો રેટ-કટ લાવી રહી હોવાથી સોનાની ખરીદીનું આકર્ષણ વધી રહ્યું હોવાથી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી.

મુંબઈ જ્‍વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૩૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૭ રૂપિયા વધ્‍યો હતો

અમેરિકી ફેડના બન્ને ગવર્નર અને ફિલાડેલ્‍ફિયાના ફેડેપે્રસડન્‍ટે રેટ-કટ લાવવામાં થોડો સમય રાહ જોવાની કમેન્‍ટ કરતાંડોલર ઇન્‍ડેક્‍સ વધીને ૧૦૭.૦૫ પોઇન્‍ટે પહોંચ્‍યો હતો જે છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટતો હતો. અમેરિકાના રીટેલ સેલ્‍સ સહિત ઇકોનોમિક ડેટા નબળા આવતાં છેલ્લા ત્રણ દિવસ દરમ્‍યાન ડોલર ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્‍યો હતો.

ઓસ્‍ટ્રેલિયાની સેન્‍ટ્રલ બેન્‍કે સવાચાર વર્ષના ગાળા બાદ પ્રથમ ઇન્‍ટરેસ્‍ટ રેટમાં પચીસ બેસિસ પોઇન્‍ટનો ઘટાડો કરીને બેન્‍ચમાર્ક ઇન્‍ટરેસ્‍ટ રેટને ૪.૧ ટકાએ પહોંચાડ્‍યા હતા. ઓસ્‍ટ્રેલિયાના ઇન્‍ફ્‌લેશનમાં સતત ઘટાડો થતાં સેન્‍ટ્રલ બેન્‍કે અંતે રેટ-કટનું ડિસિઝન લીધું હતું. હવે આસ્‍ટ્રેલિયાને પગલે ન્‍યુ ઝીલેન્‍ડની સેન્‍ટ્રલ બેન્‍ક પણ બુધવારે ૫૦ બેસિસ પોઇન્‍ટનો રેટ-કટ લાવે એવી શકયતા છે.

યુરો એરિયાની એક્‍સપોર્ટમાં ડિસેમ્‍બરમાં ૩.૧ ટકા અને ઇમ્‍પોર્ટમાં ૩.૮ ટકાનો વધારો થયો હતો. ઇમ્‍પોર્ટનો વધારો મોટો હોવાથી એની અસરે ટ્રેડ સરપ્‍લસ ડિસેમ્‍બરમાં ઘટીને ૧૫.૫ અબજ યુઆને પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૧૬.૪ અબજ યુઆન હતી અને માર્કેટની ધારણા ૧૪.૪ અબજ યુઆનની હતી.

ભારતની એક્‍સપોર્ટ જાન્‍યુઆરીમાં માત્ર ૧.૩ ટકા વધી હતી એની સામે ઇમ્‍પોર્ટ ૯.૨ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને ૨૩ અબજ ડોલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૧૭.૫ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૨૨.૫ અબજ ડોલરની હતી. ભારતની ઇમ્‍પોર્ટ વધીને નવ મહિનાની ઊંચાઈએ ૫૯.૪ અબજ ડોલરની નોંધાઈ હતી જેની સામે એક્‍સપોર્ટ ૩૬.૪ અબજ ડૉલરની જ હતી.

વર્લ્‍ડ માર્કેટમાં સોનું ૨૦૨૪માં રેકોર્ડબ્રેક વધ્‍યા બાદ ૨૦૨૫ના માત્ર દોઢ મહિનામાં ૧૦ ટકા વધ્‍યું છે. ડોનલ્‍ડ ટ્રમ્‍પની ટેરિફ વધારવાની કવાયતને કારણે ટ્રેડ-વોરનું જોખમ સતત વધી રહ્યું હોવાથી સોનું વર્લ્‍ડ માર્કેટમાં ૨૯૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયું છે

ત્‍યારે UBSએ સોનું વધીને ૩૨૦૦ ડોલર થવાની આગાહી કરી હતી. UBSની સાથે ગોલ્‍ડમેન સાક્‍સે પણ ૨૦૨૫ના અંત સુધીમાં સોનાનો ભાવ ૩૧૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી જે અગાઉ ૨૮૯૦ ડોલરની આગાહી કરી હતી. UBSએ રિપોર્ટમાં જણાવ્‍યું હતું કે હાલ સોનાની તેજીમાં વર્લ્‍ડની સેન્‍ટ્રલ બૅન્‍કો અને એશિયન ઇન્‍વેસ્‍ટરોનો સિંહફાળો છે, પણ વેસ્‍ટર્ન ઇન્‍વેસ્‍ટરો હજી સોનાની ખરીદીથી દૂર રહ્યા છે. હવે ધીમે-ધીમે વેસ્‍ટર્ન ઇન્‍વેસ્‍ટરો સોનાની ખરીદી શરૂ કરી રહ્યા હોવાથી તેજીની ગતિ વધતી જશે. ચીને ઇન્‍શ્‍યોરન્‍સ સેક્‍ટરના એક ટકા ફન્‍ડને સોનામાં ઇન્‍વેસ્‍ટ કરવાની મંજૂરી આપતાં આગામી દિવસોમાં સોનાની મોટે પાયે ખરીદી ચાલુ થશે જે સોનાની તેજીમાં મહત્ત્વનો ભાગ ભજવશે. UBSએ સોનાનો ભાવ વધીને ૩૨૦૦ ડોલર થયા બાદ વર્ષના અંતે ફરી ઘટીને ૩૦૦૦ ડોલરે પહોંચવાની આગાહી કરી હતી. ખાસ કરીને ક્રિપ્‍ટો કરન્‍સીના ઇન્‍વેસ્‍ટરોને હેલ્‍ધી રિટર્ન મળી રહ્યું હોવાથી આખું વર્ષ ઇન્‍વેસ્‍ટરોની સોનાની ખરીદી ચાલુ રહેશે. આ ઉપરાંત ગોલ્‍ડ એક્‍સચેન્‍જ ટ્રેડેડ ફન્‍ડ (ETF)નું હોલ્‍ડિંગ છેલ્લાં બે વર્ષથી સતત ઘટી રહ્યું છે જેમાં ફરી ઇન્‍વેસ્‍ટરોની ખરીદી ચાલુ થશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૬૯૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૩૪૭

ચાંદી(.૯૯૯ ટચ, કિલોદીઠ):  ૯૬,૦૨૩

(સોર્સઃઇન્‍ડિયન બુલિયન એન્‍ડ જ્‍વેલર્સ અસોસિએશન લિમિટેડ)

(10:45 AM IST)