News of Wednesday, 19th February 2025
ટીવી-ફ્રીજ બનાવતી LG ઈલેક્ટ્રોનિક્સ લાવી રહી છે ૧૫,૦૦૦ કરોડનો મેગા IPO
મેગા આઈપીઓ લોન્ચ કરનારી LIC, હ્યુન્ડાઈ મોટર્સ, પેટીએમ અને કોલ ઈન્ડિયા જેવી કંપનીઓની યાદીમાં સામેલ કરશે

નવી દિલ્હીઃ હ્યુન્ડાઈ મોટર કંપનીની ભારતીય સહાયક કંપની ‘હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ' (HMIL)ના ભારતીય શેરબજારમાં લિસ્ટ થયા બાદ દક્ષિણ કોરિયાની એક અન્ય દિગ્ગજ કંપની એલજીની ભારતીય શાખા તેનો મેગા આઈપીઓ લાવવા માટે પૂરી રીતે તૈયાર છે. એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાની પબ્લિક લિસ્ટિંગ પહેલા, તેની પેરેન્ટ ગ્રુપ એલજી કોર્પના ચેરમેન અને સીઈઓ કૂ-ક્વાંગ-મો આ મહિને ભારત વિસિટ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, એલજી હેડ ભારતના IPOને અંતિમ રૂપ આપવા અને દેશમાં નવી રોકાણની તકો શોધવાની યોજના બનાવી રહ્યા છે. નોંધનીય છે કે, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ૨૭,૮૫૬ કરોડ રૂપિયાનો ઐતિહાસિક આઈપીઓ લાવ્યું હતુ.
LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ ગત વર્ષ ડિસેમ્બરમાં બજાર નિયામક સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ DRPH દાખલ કર્યું હતું. શકય ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના પબ્લિક ઓફરિંગ એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાને ઘરેલૂ બેન્ચમાર્ક સૂચકાંકો પર મેગા આઈપીઓ લોન્ચ કરનારી LIC, હ્યુન્ડાઈ મોટર્સ, પેટીએમ અને કોલ ઈન્ડિયા જેવી કંપનીઓની યાદીમાં સામેલ કરશે.
કંપનીની નાણાકીય સ્થિતિ- LGÞë DRHP મુજબ, LGના હોમ એપ્લાયન્સીસ અને એર સોલ્યુશન્સ વિભાગે ૨૦૨૪માં ૭૩.૭૭ ટકા-૭૮.૯૭ ટકા આવક પેદા કરી હતી, જેમાં રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, એર કંડિશનર અને ટીવીનો ફાળો ૩૩.૭૧ ટકા-૧૬.૩૧ ટકા હતો.
એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર હોંગ જૂ જિયોને સોમવારે એક મીડિયા કોલમમાં કહ્યું કે, ભારત વૈશ્વિક નિગમો માટે સૌથી ઝડપથી વધતા દેશોમાંથી એકના રૂપમાં બહાર આવ્યો છે. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશન હબના રૂપમાં, ભારત હવે ‘મેક ઈન ઈન્ડિયા'ના વિઝનનું નેતળત્વ કરે છે, બહુરાષ્ટ્રીય કામગીરીના ‘કી ડ્રાઈવર' તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવે છે.
ભારતની પ્રશંસા- હોંગ જૂ જિયોને લખ્યું કે, ‘ભારત ન માત્ર એક ગેટવે છે, પરંતુ વૈશ્વિક મંચ પર સ્થાયી, સ્કેલેબલ વિકાસ પ્રાપ્ત કરવા માટે આધારશિલા છે.' આ સંદર્ભમાં, ૨૦૨૫ના કેન્દ્રીય બજેટે ભારત માટે એક વ્યાપક ઢાંચો તૈયાર કરવાનો એક મહત્વપૂર્ણ અવસર પ્રસ્તુત કર્યો, જેને જો લાગૂ કરવામાં આવે છે, તો ભારતના વધતા ઘરેલૂ વિનિર્માણ કેન્દ્રમાં બદલી શકે છે. દેશનું લક્ષ્ય ૨૦૨૭ સુધી જાપાન અને જર્મનીને પાછળ છોડતા પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું છે.
તેમણે આગળ કહ્યું કે, ભારત ન માત્ર ૨૦૪૭ સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશાના આર્થિક વિકાસનો માર્ગ મોકળો કરે છે, પરંતુ નિગમો માટે પોતાને વિનિર્માણના વૈશ્વિક પાવરહાઉસ બનવા માટે એક સ્થિર અને મજબૂત આધારની સાથે દુનિયાની સેવા કરવામાં સક્ષમ બનાવે છે.'
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
