<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ચેમ્‍પિયન્‍સ ટ્રોફી પહેલા ફરી એકવાર ભારતના રાષ્ટ્રધ્‍વજનું અપમાનઃ પાકિસ્‍તાનમાં ઊંધો ફરકાવવામાં આવ્‍યો ત્રિરંગો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો જે પાકિસ્‍તાનના ગદ્દાફી સ્‍ટેડિયમનો હોવાનું કહેવાય છેઃ વીડિયોમાં ભારતના રાષ્ટ્રધ્‍વજને ઊંધો ફરકાવવામાં આવ્‍યો

 

નવી દિલ્‍હીઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ની શરૂઆત પહેલા પાકિસ્‍તાન તેની હરકતો બંધ કરી રહ્યું નથી. તાજેતરમાં કરાચી સ્‍ટેડિયમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

જેમાં સ્‍પષ્ટપણે દર્શાવવામાં આવ્‍યું હતું કે પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી પહેલા કરાચી સ્‍ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો ન હતો.

કરાચીના ગદ્દાફી સ્‍ટેડિયમમાં ટુર્નામેન્‍ટની બાકીની તમામ ૭ ટીમોના ધ્‍વજ દેખાતા હતા. હવે પાકિસ્‍તાનના ગદ્દાફી સ્‍ટેડિયમનો વધુ એક વીડિયો સામે આવ્‍યો છે, જેના પછી હોબાળો મચી ગયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો નવો વીડિયો કરાચીના ગદ્દાફી સ્‍ટેડિયમનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં એક વ્‍યક્‍તિ ગદ્દાફી સ્‍ટેડિયમમાં ભારતીય ધ્‍વજ ફરકાવતો જોવા મળે છે. પરંતુ આ વ્‍યક્‍તિએ ભારતીય ધ્‍વજ ઊંધો લગાવ્‍યો હતો, જેના કારણે ફરી એકવાર વિવાદ થયો છે.

આ વીડિયોમાં ભારત ઉપરાંત અન્‍ય દેશોના ધ્‍વજ પણ દેખાય છે, જે યોગ્‍ય રીતે મૂકવામાં આવ્‍યા છે. પરંતુ ત્રિરંગાને ઊલટો લગાવવામાં આવ્‍યો હતો. આવી સ્‍થિતિમાં, ભારતીય ચાહકો માને છે કે પાકિસ્‍તાન જાણી જોઈને આવા કૃત્‍યો કરી રહ્યું છે.

(12:24 PM IST)