<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

દુલ્હન મેકઅપ માટે બ્યુટી પાર્લરમાં ગઈ:અચાનક હાર્ટમાં તકલીફની ફરિયાદ : હાર્ટ એટેકથી મોત

મુઝફ્ફરનગરમાં સગાઈ પછી બ્યુટી પાર્લર જઈ રહેલી દુલ્હનનું હાર્ટ એટેકથી મોત : સગાઈ પછી સાંજે લગ્ન થવાના હતા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક દુ:ખદ ઘટના બની છે. સગાઈ પછી બ્યુટી પાર્લર જઈ રહેલી દુલ્હનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેના કારણે લગ્નની ખુશી શોકમાં પરિવર્તિત થઈ ગઈ. આ ઘટનાથી પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો.

સગાઈ પછી સાંજે લગ્ન થવાના હતી. જે માટે દુલ્હા અને દુલ્હન પક્ષ તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન દુલ્હન મેકઅપ માટે બ્યુટી પાર્લરમાં ગઈ હતી. આ દરમિયાન તેણીએ અચાનક હાર્ટમાં તકલીફની ફરિયાદ કરી હતી. તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી, અને તેણીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી મેરઠ રિફર કરવામાં આવી, પરંતુ રસ્તામાં જ યુવતીનું મૃત્યુ થયું હતું.

મુઝફ્ફરનગરની શાંતિનગર કોલોનીમાં રહેતા એક ડૉક્ટરના પુત્રના લગ્ન બુલંદશહેર જિલ્લાના અનુપશહેરમાં રહેતા એક આચાર્યની પુત્રી સાથે થવાના હતા. લગ્ન માટે કન્યા પક્ષ મુઝફ્ફરનગરની એક હોટલમાં ત્રણ દિવસ માટે રોકાયો હતો, જ્યાં હલ્દી અને સગાઈની વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. મંગળવારે રાત્રે લગ્ન સમારોહ યોજાવાનો હતો, જે માટે વરરાજા પક્ષે ભોપા રોડ પર એક બેન્ક્વેટ હોલ બુક કર્યો હતો.

સગાઈ પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. કન્યા મેકઅપ માટે બ્યુટી પાર્લર ગઈ હતી, પરંતુ ત્યાં જ તેણીની તબિયત અચાનક બગડી ગઈ. તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેના પરિવારજનો તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. પરંતુ સ્થિતિ ગંભીર હોવાને કારણે તેને મેરઠ રિફર કરવામાં આવી. પરંતુ યુવતીનું રસ્તામાં જ મૃત્યુ થયું. લગ્ન સમારોહમાં હાજર રહેલા લોકોને આ સમાચાર મળતાં જ સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું.

(1:23 PM IST)