<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

દીકરાના નામની પાછળની સરનેમ માટેનો ઝઘડો પહોચ્યો ડિવોર્સ સુધી

શાંધાઇ, તા.૧૯: ચીનના શાંઘાઈમાં એક કપલ વચ્ચે સાવ વિચિત્ર બાબતે ઝઘડો થતાં વાત ડિવૉર્સ સુધી પહોંચી ગઈ છે. ૨૦૧૯માં શાઓ અને જી અટક ધરાવતા આ દંપતીને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. તેને પપ્પાની સરનેમ શાઓ આપવામાં આવી હતી. ૨૦૨૧માં દીકરાનો જન્મ થયો તેને મમ્મીની સરનેમ જી આપવામાં આવી. શાઓએ પોતાની પત્નીને દીકરાની સરનેમ પણ જીમાંથી બદલીને શાઓ કરવાની વારંવાર વિનંતી કરી, પણ પત્નીએ એમ કરવાની ના પાડી એટલે બન્ને વચ્ચે ઝઘડો થયો અને વાત વધીને ડિવૉર્સ સુધી પહોંચી ગઈ અને તેમના છૂટાછેડા થઈ ગયા. અદાલતે બન્ને બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમને માતા પાસે રાખવાનો આદેશ આપ્યો અને શાઓની અપીલ ધ્યાનમાં લીધી નહીં તેમ જ ૧૮ વર્ષ સુધી બાળકોના ભરણપોષણ માટે પૈસા આપવાનું જણાવ્યું. ચીનમાં સોશ્યલ મીડિયા પર લોકો શાઓને મૂર્ખ કહે છે કે આટલી નાની વાતમાં પરિવાર તોડી નાખ્યો.

(4:35 PM IST)